Redmi Note 13 Pro+ 5G માં ડાયમેન્સિટી 7200 અલ્ટ્રા ચિપસેટ છે જે 7,17,715 AnTuTu સ્કોર લાવે છે. સ્કોર સારો છે પરંતુ શ્રેષ્ઠ નથી. ફોન હાર્ડ-કોર ગેમિંગ તો નહીં પરંતુ મધ્યમ-ભારે ગેમિંગ અને ભારે દૈનિક કાર્યો ને હેન્ડલ કરવામાં સક્ષમ છે.
મોબાઇલમાં 5000mAh બેટરી છે જે 120W ટર્બો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જે એક જોરદાર ફીચર છે કારણ કે ફોન 0% થી સંપૂર્ણ ચાર્જ થવામાં માત્ર 20 મિનિટ જ લે છે.
ફોનમાં 5000mAh બેટરી છે તેમજ તે 4nm આર્કિટેકચર પર બનેલ ચિપસેટ સાથે આવે છે જે ઓછો પાવર વાપરે છે. 100% ચાર્જ પર ફોન મધ્યમ વપરાશમાં 1.5 દિવસ અને ભારે વપરાશમાં 1 દિવસની નજીક ચાલે છે.
નોટ 13 પ્રો+ 6.67" 1.5K 120Hz 12-bit OLED ડિસ્પ્લે ધરાવે છે જે ડોલ્બી વિઝન સપોર્ટ ધરાવે છે જે સામાન્ય રીતે ફ્લેગશિપ ફોનમાં જોવા મળે છે તે ઉપરાંત તમારી આંખોને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે તેમાં 1920Hz PWM ડિમિંગ પણ છે. ડિસ્પ્લે કવોલિટી એકદમ સચોટ અને કલરફુલ છે
ડિસ્પ્લેમાં HDR10+ અને ડોલ્બી વિઝન સપોર્ટ છે જેથી તમે કોઈપણ સમસ્યા વિના ઉચ્ચ-ગુણવત્તાવાળી HDR વિડિઓઝ જોઈ શકશો. ઓડિયો માટે ડોલ્બી એટમોસ દ્વારા ટ્યુન કરેલ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે ખૂબ જ સારી સાઉન્ડ કવોલિટી ઉત્પન્ન કરે છે.
ટ્રિપલ કેમેરા: (200 OIS + 8 + 2)MP, 16MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. મુખ્ય સેન્સર વાઇબ્રન્ટ રંગો અને પરફેક્ટ પોટ્રેટ ફોટા કેપ્ચર કરે છે. તેમ છતાં, મુખ્ય અને અલ્ટ્રાવાઇડ સેન્સર વચ્ચે રંગ તફાવત જોવા મળે છે. મેક્રો કેમેરા તો કોઈ કામનો જ નથી અને 16MP સેલ્ફી સામાન્ય લાઇટિંગમાં સારી રીતે કામ કરે છે પરંતુ ઓછી લાઇટિંગમાં નહીં.
Redmi એ અન્ય વિભાગમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સોફ્ટવેરમાં નહીં. તેઓએ એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 આપેલ છે જેમાં નકામી એપ્સ છે. આમ તો આ ફોનમાં એન્ડ્રોઇડ 14-આધારિત હાયપરઓએસ આવવાની આશા હતી પરંતુ તે આગામી અપડેટ તરીકે આપવામાં આવશે. રેડમી 3 મુખ્ય + 4 સુરક્ષા અપડેટ્સ આપશે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોન એકદમ સેટ છે. તેમાં 10 5G બેન્ડ સપોર્ટ, ડ્યુઅલ 4G VoLTE, WiFi 6, બ્લૂટૂથ 5.3 અને NFC પણ છે. તેથી તમને કનેક્ટિવિટીના સંદર્ભમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
ફોનમાં મેટલ ફ્રેમ્સ, ગ્લાસ/લેધર બેક અને ફ્લેગશિપ-ગ્રેડ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન છે જે ફોનને ખૂબ જ મજબૂત બનાવે છે. તે ઉપરાંત પાણી અને ધૂળથી બચવા માટે IP68 રેટિંગ પણ ધરાવે છે અને દેખાવની દ્રષ્ટિએ ફોનની પાછળની પેનલમાં ચાર-કલર ટોન છે જે ખુબ પ્રીમિયમ લાગે છે.
Redmi Note 13 Pro+ ત્રણ વેરિઅન્ટ આવે છે: 8GB RAM + 256GB સ્ટોરેજ: ₹31,999 12GB RAM + 256GB સ્ટોરેજ: ₹33,999 12GB RAM + 512GB સ્ટોરેજ: ₹35,999 બેંક ઓફર સાથે બેઝ વેરિઅન્ટ માટે કિંમત 30 હજારની નીચે આવે છે જે સારી કહેવાય. જો તમને સંતુલિત ફોન જોઈતો હોય તો તમે આ ફોન ખરીદી શકો છો.