Samsung Galaxy S24 Ultra એ અલ્ટીમેટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 ગેલેક્સી એડિશન ચિપસેટ સાથે આવે છે
આ વખતે સેમસંગે માત્ર 12GB RAM નો વિકલ્પ જ આપ્યો છે પરંતુ પસંદ કરવા માટે ત્રણ અલગ અલગ 256GB/512GB/1TB સ્ટોરેજ વિકલ્પો આપ્યા છે.
ફોન લગભગ 2 મિલિયન AnTuTu સ્કોર્સ લઈને આવે છે જે કોઈપણ ગેમમાં હાઈએસ્ટ સેટિંગ્સ અનલૉક કરી આપે છે
S24 અલ્ટ્રા 5000mAh બેટરી સાથે આવે છે જે 45W વાયર્ડ, 15W વાયરલેસ અને 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ છે.
કેમેરા એ આ ફોનનું એક મુખ્ય ફીચર્સ છે. ફોનમાં 200MP મુખ્ય + 12MP અલ્ટ્રાવાઇડ + 50MP 5x પેરિસ્કોપ + 10MP 3x ટેલિફોટો સેન્સર ધરાવતા ક્વોડ રીઅર કેમેરા છે. જ્યારે 12MP સેલ્ફી સેન્સર છે
શોટ્સ લીધા પછી તમે નવા AI ફીચર્સ સાથે ઘણા કસ્ટમાઇઝેશન પણ કરી શકશો. પાછળનો કૅમેરો 120fps પર 4K રિઝોલ્યુશનમાં શૂટ કરી શકે છે જ્યારે સેલ્ફી કૅમેરા 60fps પર 4Kમાં વીડિયો શૂટ કરવામાં સક્ષમ છે.
Galaxy S24 Ultra માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2600nits પીક બ્રાઇટનેસ વાળી 6.8" QHD+ ડાયનેમિક AMOLED 2x ડિસ્પ્લે છે.
ડિસ્પ્લે પેનલમાં ફ્લેટ બાજુઓ અને ખૂબ જ પાતળા બેઝલ્સ છે. સેમસંગે લો રિફ્લેકટીવ ટેકનોલોજી નો પણ ઉપયોગ કર્યો છે જે બહારના સૂર્યપ્રકાશને ડિસ્પ્લેમાંથી તમારી આંખોમાં રિફ્લેક્ટ થતા અટકાવશે.
Galaxy AI એ લાઇવ ભાષા અનુવાદ, ફ્રીહેન્ડ રાઇટિંગ ડિટેક્શન, ગ્રુપ ચર્ચામાંથી મલ્ટિપલ વૉઇસ સેગ્મેન્ટેશન, વૉલપેપર પર્સનલાઇઝેશન વગેરે જેવા આશ્ચર્યજનક AI ફીચર્સ ઉમેર્યા છે.
ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 14-આધારિત OneUI 6.1 સ્કિન છે. અવિશ્વસનીય રીતે સેમસંગે 7 વર્ષના મુખ્ય OS અને 8 વર્ષના સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
S24 અલ્ટ્રાને ગ્લાસ બેક અને ટાઇટેનિયમ ફ્રેમથી બનાવવામાં આવ્યો છે જે નવીનતમ અને સૌથી મજબૂત કોર્નિંગ ગોરિલા ગ્લાસ આર્મર દ્વારા સુરક્ષિત છે. ઉપરાંત, ફોનને ડસ્ટ અને વોટર પ્રૂફ બનાવવા માટે IP68 રેટિંગ આપેલ છે.
S24 Ultra ત્રણ વેરિઅન્ટમાં આવે છે: 12GB + 256GB: ₹1,29,999 12GB + 512GB: ₹1,39,999 12GB + 1TB: ₹1,59,999
પ્રી-ઓર્ડર પર તમને ₹12,000 ની બેંક ઑફર અને ₹10,000 ની સ્ટોરેજ સ્પેસ એમ કરીને કુલ ₹22,000 સુધીના લાભો મળશે.