હજુ પણ OnePlus Nord CE4 Lite માં કંપનીએ સ્નેપડ્રેગન 695 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે જે 3 વર્ષ જૂનું પ્રોસેસર છે. પર્ફોર્મન્સ એક્દમ ઠીકઠાક છે. તે સામાન્ય ભારે કાર્યોમાં પણ થોડો લેગ થાય છે.
Nord CE4 Lite માત્ર 4,80,000 AnTuTu સ્કોર લાવે છે, જે ખુબ ઓછો કહેવાય. મધ્યમ ગ્રાફિક્સ પર પણ આ ફોન BGMI જેવી ગેમમાં સ્મૂથ ગેમિંગ આપી શકતો નથી.
આ ફોન 80W ચાર્જિંગ સાથે 5500mAh બેટરી છે. પરંતુ વનપ્લસ પોતે જ કહ્યું છે કે તે સંપૂર્ણ ચાર્જ થવામાં 52 મિનિટ લે છે, જે વનપ્લસના ઇતિહાસમાં સૌથી ધીમું ચાર્જિંગ છે
OnePlus પાસેથી એ અપેક્ષા નહોતી કે તેઓ અલ્ટ્રાવાઇડ સેન્સરને નહિ આપે, જ્યારે અન્ય ફોન આપી રહ્યા છે. તેઓએ માત્ર (50+2)MP રિયર કેમેરા આપ્યા છે.
CE4 Lite ઉચ્ચ બ્રાઈટનેસ ધરાવે છે પરંતુ તેનો કોઈ ઉપયોગ નથી કારણ કે ફોન YouTube અને Netflix માં પણ HDR અને 4K પ્લેબેકને સપોર્ટ કરતું નથી. જે મલ્ટીમીડિયા અનુભવને બગાડી દે છે.
2024 માં CE4 લાઇટ બ્લૂટૂથ 5.1 અને વાઇફાઇ 5 લાવે છે જે ખૂબ જૂના વર્ઝન છે. આ ઉપરાંત જૂની ચિપને કારણે 5G ઈન્ટરનેટ સ્પીડ પણ અન્ય ફોનની સરખામણીમાં ઘણી ધીમી છે.
ફોનમાં Android 14 આધારિત OxygenOS સ્કિન છે. પરંતુ UI બ્લોટવેર એપોથી ભરેલ છે. 128GB સ્ટોરેજમાંથી, તે લગભગ 23-25GB પહેલેથી જ ભરાયેલ હોય છે. તમે તેને અનઇન્સ્ટોલ કરી શકો છો પરંતુ તે ખરેખર ન હોવી જોઈએ.