iPhone 15 Pro Max - અત્યાર સુધીનો સૌથી મોંઘો અને શ્રેષ્ઠ iPhone

Apple iPhone 15 Pro Max નવા શક્તિશાળી એપ્પલ બાયોનિક A17 પ્રો ચિપસેટ સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB રેમ અને 256GB/512GB/1TB ઈન્ટરનલ સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી

રેમ અને સ્ટોરેજ

આ iPhoneમાં સ્લાઇડરને બદલે એક્શન બટન આપવામાં આવ્યું છે અને આપણે તે બટન દબાવવા પર શું એક્શન થવું જોઈએ તે પણ સેટ કરી શકીએ છીએ જેમ કે ફોન સાયલન્ટ કરવું, કૅમેરો અથવા ટોર્ચ ચાલુ કરવી વગેરે.

એક્શન બટન

બીજો મોટો ફેરફાર iPhoneમાં એ થયો છે કે લાઈટનિંગ પોર્ટની જગ્યાએ યુએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવેલ છે. તેથી હવે તમે તમારા આઇફોનને કોઈપણ કંપનીના ટાઇપ-સી પોર્ટ વાળા ચાર્જરથી ચાર્જ કરી શકો છો

ચાર્જિંગ પોર્ટ

ફોન 4422mAh બેટરી અને 27W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

iPhone 15 Pro Max માં 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે, જે પાછલા વર્ષ જેટલો જ છે

વાયરલેસ ચાર્જિંગ

iPhone માંથી અન્ય ઉપકરણોને ચાર્જ કરવા માટે ફોનમાં 7.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ પણ છે.

રિવર્સ ચાર્જિંગ

કેમેરા સેટઅપ ગયા વર્ષ જેવો જ છે, (48 + 12 + 12) MPનો ટ્રિપલ રીઅર કેમેરા અને 12 MPનો ફ્રન્ટ કેમેરા છે પરંતુ પિક્ચર ક્વોલિટી ઘણી બહેતર થઈ ગઈ છે

કેમેરા

આ વખતે Appleએ 25x ઝૂમ અને એડજસ્ટેબલ ફોકલ લેન્થ જેવી ઘણી સુવિધાઓ ઉમેરી છે જે પહેલા ન હતી.

કેમેરા ફીચર્સ

iPhone 15 Pro Max માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2000nits પીક બ્રાઇટનેસ સાથેની મોટી 6.7" 2.8K સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લેમાં ડાયનેમિક આઈલેન્ડ ડિઝાઈન છે તેમજ આ ડિસ્પ્લે પેનલના બેઝલ્સ iPhone 14 કરતા ખૂબ જ પાતળા છે.

ડિસ્પ્લે ફીચર્સ

ફોન એપલની લેટેસ્ટ iOS 17 ઓપરેટિંગ સિસ્ટમ અને યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે

OS અને UI

બિલ્ડમાં આ વખતે કંઈક નવું છે. ફોન IP68-રેટેડ ટાઇટેનિયમ બોડી સાથે આવે છે જે વધુ મજબૂત, હલકી અને આરામદાયક છે.

બિલ્ડ

iPhone 15 Pro Max ત્રણ વેરિઅન્ટમાં આવે છે 8GB RAM + 256GB: ₹1,59,900 8GB RAM + 512GB: ₹1,79,900 8GB RAM + 1TB: ₹1,99,900

કિંમત

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters