Redmi Note 13 Pro+ 5G પાસે મીડિયાટેક ડાયમેન્સિટી 7200 અલ્ટ્રા (4nm) 5G ચિપસેટ છે જે ખૂબ શક્તિશાળી છે અને તેમાં સૌથી ઝડપી 12/16GB LPDDR5 RAM અને 256/512GB UFS 3.1 સ્ટોરેજ છે. ગીકબેન્ચમાં માં ફોને 7,80,000 સ્કોર મેળવ્યો છે જે ભારે ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગમાં પણ સપર સ્મૂધ પર્ફોર્મન્સની ખાતરી આપે છે.
મોબાઇલમાં 5000mAh બેટરી અને 120W ટર્બો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે જે ફોનને માત્ર 20 મિનિટમાં જ સંપૂર્ણ ચાર્જ કરી આપે છે. વધુમાં ફોનમાં 4nm આર્કિટેક્ચર પર બનેલી ચિપસેટ છે જેના કારણે 100% ચાર્જ પર ફોન મધ્યમ વપરાશમાં 1.5 દિવસ અને ભારે વપરાશમાં 1 દિવસ સુધી ચાલશે.
રેડમી નોટ 13 પ્રો+ માં 120Hz રિફ્રેશ રેટ અને 1800nits પીક બ્રાઈટનેસ સાથેની 6.67" 1.5K 12-બીટ OLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પેનલ ડોલ્બી વિઝન સપોર્ટ ધરાવે છે જે સામાન્ય રીતે ફ્લેગશિપ ફોનોમાં જોવા મળે છે તે ઉપરાંત આ ફોનમાંં 1920Hz PWM ડિમિંગ પણ પણ છે જે ઓછી બ્રાઇટનેસ વખતે થતા આંખોના નુકસાનથી બચાવે છે
આ ફોનમાં (200 OIS + 8 + 2)MP ટ્રિપલ રીઅર કેમેરા અને 16MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા છે. ફોન પાછળ 4K 30fps અને આગળના ભાગમાં 1080p 60fps પર વિડિઓ શૂટ કરી શકે છે. ફોટો અને વિડિયોની ગુણવત્તા ખૂબ જ આકર્ષક છે. કેમેરા સચોટ રંગો કેપ્ચર કરે છે, પ્રીમિયમ ફોનોની જેમ ખૂબ જ સુંદર બોકેહ ઇફેક્ટ આપે છે અને પોટ્રેટ શોટમાં પરફેક્ટ એજ ડિટેક્શન કરે છે.
નોટ 13 પ્રો+ પાછળની પેનલ પર ચાર અલગ-અલગ કલર ટોન ધરાવે છે જેમાં લેધર ટેક્સચર અને કર્વ્ડ સાઈડો છે. ફોનમાં મેટલ ફ્રેમ્સ અને ફ્રન્ટ પર ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન છે જે ફોનને અત્યંત મજબૂત બનાવે છે. વધુમાં, ફોનમાં IP68 રેટિંગ પણ છે જે તેને સંપૂર્ણપણે પાણી પ્રતિરોધક બનાવે છે.