Realme 12 Pro+ સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટ લાવે છે જે સામાન્ય પર્ફોર્મન્સ આપે છે. તે માત્ર 6,30,417 AnTuTu સ્કોર લાવે છે જે તેટલો સારો ના કહી શકાય કેમ કે હમણાં જ લૉન્ચ થયેલ POCO X6 Pro જે આના કરતા થોડો સસ્તો છે તે 14,00,000 AnTuTu સ્કોર લાવે છે.
ફોન યોગ્ય પ્રોસેસર સાથે આવે છે જે 60fps પર રમાતી મધ્યમ-લેવલની ગેમિંગને હેન્ડલ કરી શકે છે. પરંતુ જો તમારે થોડું ભારે 90fps પર ગેમિંગ કરવું હોય તો આ ફોન તે કરી શકવા સક્ષમ નથી. જયારે તેટલી જ કિંમતમાં કેટલાક ફોન છે જે તે કરવામાં સક્ષમ છે.
કેમેરામાં, 50MP મુખ્ય અને 64MP પેરિસ્કોપ કેમેરા ખૂબ જ સારી રીતે કામ કરે છે પરંતુ કંપનીએ એક નાનું 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા સેન્સર આપ્યું છે. સમસ્યા એ છે કે મુખ્ય અને અલ્ટ્રાવાઇડ સેન્સર વચ્ચે પાડેલ ફોટાઓના રંગોમાં થોડો ફેરફાર જોવા મળે છે. તેથી કેમેરા વિભાગમાં હજુ પણ ટ્યુનિંગની જરૂર છે.
ફોનમાં Realme UI 5.0 છે જે Android 14 પર આધારિત છે જે થોડું અવ્યવસ્થિત છે. તેમાં ઘણા બધા બ્લોટવેર, વગરકામની એપ્લિકેશનો અને જાહેરાતો/સૂચનો છે જે ખૂબ જ અનિચ્છનીય કરે છે. વધુમાં, કંપનીએ 2 OS + 3 સુરક્ષા અપડેટ્સનું વચન આપ્યું છે જે 3 OS + 4 સુરક્ષા અપડેટ્સ હોવા જોઈએ.
જોઈએ તો Realme 12 Pro+ ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તે પ્લાસ્ટિક ફ્રેમ અને વેગન લેધર પ્લાસ્ટિક બેકમાંથી બનેલું છે. આ કિંમતે, મેટલ ફ્રેમ અથવા ગ્લાસ બેક હોવા જોઈએ કારણ કે અન્ય ફોન તે આપે છે. વધુમાં, Moto Edge 40 અથવા Redmi Note 13 Pro+ માં IP68 રેટિંગ ઉપલબ્ધ છે પરંતુ આ ફોનમાં તેનાથી થોડું ઓછું IP65 રેટિંગ છે.