Moto G04 એક જૂના બજેટ સેગ્મેન્ટના 4G પ્રોસેસર Unisoc T606 (12nm) સાથે આવે છે
ફોનમાં 4/8GB LPDDR4X RAM અને 64/128GB UFS2.2 સ્ટોરેજ છે જેને SD કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે.
G04 એ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથેની 5000mAh બેટરી સાથે આવે છે પરંતુ બૉક્સમાં માત્ર 10W ચાર્જર જ છે
કેમેરા વિભાગમાં, ફોનમાં 16MP સિંગલ રિઅર કેમેરા અને 8MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા છે
Moto G04 માં 90Hz રિફ્રેશ રેટ, 537nits પીક બ્રાઈટનેસ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન વાળી 6.56" HD+ IPS LCD ડિસ્પ્લે આપેલી છે
આ 7 હજારની કિંમતે હેઠળનો પહેલો એવો ફોન છે જે એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ તેમજ 2 વર્ષના સુરક્ષા અપડેટ્સ સાથે આવે છે.
ફોનમાં પ્લાસ્ટિક બેક અને ફ્રેમ્સ છે તેમજ IP52 રેટિંગ પણ છે. એકંદરે, ફંકી રંગમાં આ ફોન ખૂબ જ સરસ લાગે છે.
Moto G04 ફોન બે વેરિઅન્ટમાં આવે છે: 4GB + 64GB: ₹6,999 8GB + 128GB: ₹7,999 વધુમાં, તમને તમારા જૂના ફોનના એક્સચેન્જ વૅલ્યુ પર વધારાનું ₹750 નું બોનસ પણ મળશે