Motorola Moto G34 5G એક જૂના અને જાણીતા ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 (6nm) 5G પ્રોસેસર સાથે આવે છે જે સામાન્ય રીતે 18 હજાર હેઠળના ફોનમાં આવે છે
ફોનમાં 4/8GB LPDDR4X RAM અને 128GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.
મોટો જી34 5G ડોલ્બી એટમોસ દ્વારા ટ્યુન કરેલા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે જે સારી ગુણવત્તાનો અવાજ ઉત્પન્ન કરે છે.
ફોનમાં 20W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5000mAh બેટરી આપેલ છે
કેમેરા સિસ્ટમ તરીકે આ ફોન (50 + 2)MPના બે પાછળના કેમેરા અને 16MPના આગળના સેલ્ફી કેમેરા સાથે આવે છે
Moto G34 5G માં 120Hz રિફ્રેશ રેટ, 580nits પીક બ્રાઈટનેસ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન વાળી 6.5" HD+ IPS LCD ડિસ્પ્લે છે
ડિસ્પ્લે પેનલ મધ્યમ કદના બેઝલ્સ ધરાવતી આધુનિક પંચ હોલ ડિઝાઇન સાથે આવે છે
આ પહેલો બજેટ ફોન છે જે લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 આધારિત MyUX UI સ્કિન સાથે આવે છે અને કંપનીએ આ ફોનમાં 1 મેજર + 2 સુરક્ષા અપડેટનું વચન પણ આપ્યું હતું.
Moto G34 પ્રીમિયમ લેધર બેક અને પ્લાસ્ટિક ફ્રેમ સાથે બનેલ છે. ડિસ્પ્લે પાંડા ગ્લાસ દ્વારા સુરક્ષિત છે અને આખો ફોન IP52 રેટિંગ દ્વારા પણ સુરક્ષિત છે
મોટો જી34 5G ફોન બે વેરિઅન્ટમાં આવે છે: 4GB RAM + 128GB: ₹10,999 8GB RAM + 128GB: ₹11,999 પરંતુ બેંક ઓફર સાથે આ કિંમત બની જાય છે 4GB RAM + 128GB: ₹9,999 8GB RAM + 128GB: ₹10,999