OnePlus 11R 5G એ ફ્લેગશિપ પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8+ જેન 1 સાથે આવે છે જે 4nm આર્કિટેક્ચર પર બનેલું છે
આ સ્પેશ્યલ એડિશન ફોનમાં જોરદાર 18GB LPDDR5X રેમ અને 512GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
ફોન 5000mAh બેટરી અને 100W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ છે
કેમેરા વિભાગમાં આ મોબાઈલ (50 OIS + 8 + 2)MP ના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને ફ્રન્ટ પર 16MP ના સિંગલ સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે
OnePlus 11R માં 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ અને 1450nits પીક બ્રાઇટનેસ સાથેની 6.74 ઇંચની 1.5K 10-બીટ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપેલી છે
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત OxygenOS 13 યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે
OnePlus 11R નું આ નવું સોલાર રેડ વેરિઅન્ટ પાછળની બાજુએ પ્રીમિયમ લેધર મટેરીઅલ સાથે આવે છે
OnePlus 11R સોલાર રેડમાં એક જ વેરિઅન્ટ છે 18GB RAM + 512GB: ₹45,999 પરંતુ દિવાળી સેલમાં, તમને OnePlus દ્વારા SBI બેંક કાર્ડ પર મર્યાદિત સમય માટે વધારાનું ₹2000 નું ડિસ્કાઉન્ટ પણ મળશે.
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ