OnePlus 12R પાછલા વર્ષના ફ્લેગશિપ પ્રોસેસર Qualcomm Snapdragon 8 Gen 2 (4nm) સાથે આવે છે
ફોનમાં 8/16GB LPDDR5X રેમ અને 128GB UFS 3.1 સ્ટોરેજ તથા 256GB UFS 4.0 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.
AnTuTu સ્કોર વિશે વાત કરીએ તો આ ફોન 15,31,148 AnTuTu સ્કોર લાવવા માટે સક્ષમ છે.
OnePlus 12R એ વનપ્લસના ખૂબ જ ઉપયોગી સિગ્નેચર એલિમેન્ટ એલર્ટ સ્લાઇડર સાથે આવે છે
OnePlus એ 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી મોટી 5500mAh બેટરી આપી છે જે ફોનને માત્ર 26 મિનિટમાં 0-100% ચાર્જ કરે છે.
કેમેરા સેટઅપ તરીકે, ફોન (50 + 8 + 2) MP ટ્રિપલ રીઅર કેમેરા અને 16MP સિંગલ સેલ્ફી કેમેરા સેટઅપ ધરાવે છે
Sony IMX890 સેન્સરનો ઉપયોગ 50MP મુખ્ય અને Sony IMX355 સેન્સરનો ઉપયોગ 8MP અલ્ટ્રાવાઇડ કેમેરામાં કરેલ છે. કૅમેરો 50MP સેન્સરથી 60fps પર 4K અને 16MP સેલ્ફી સેન્સરથી 60fps પર 1080pમાં વિડિઓ શૂટ કરી શકે છે.
OnePlus 12R પાસે 120Hz રિફ્રેશ રેટ, 2160Hz PWM ડિમિંગ અને 4500nits પીક બ્રાઈટનેસ ધરાવતી 6.78" 1.5K LTPO AMOLED ProXDR ડિસ્પ્લે છે.
આ ડિસ્પ્લે HDR10+ અને ડોલ્બી વિઝન સપોર્ટ સાથે પણ આવે છે. ઉપરાંત તે ફ્લેગશિપ ગ્રેડ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે.
OnePlus 12R માં નવીનતમ OxygenOS 14 UI છે જે Android 14 પર આધારિત છે. કંપનીએ 3 OS + 4 સુરક્ષા અપડેટ્સનું વચન આપ્યું છે
બિલ્ડના સંદર્ભમાં ફોન મેટલ ફ્રેમ અને ગ્લાસ બેકમાંથી બનાવવામાં આવ્યો છે જે ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન દ્વારા સુરક્ષિત છે તથા IP64 રેટિંગ પણ ધરાવે છે.
OnePlus 12R ના બે વેરિઅન્ટ છે: 8GB + 128GB: ₹39,999 16GB + 256GB: ₹45,999 6 ફેબ્રુઆરીથી તમે ફોન ખરીદી કરી શકશો અને તેમાં કેટલીક વધારાની ઑફર્સ પણ હશે