OnePlus ઓપન ફોલ્ડેબલ જોરદાર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 4nm ચિપસેટ દ્વારા સંચાલિત છે
ફોનમાં 16GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.
આ ફોલ્ડેબલ ફોનમાં વનપ્લસે તેનું સિગ્નેચર એલિમેન્ટ એલર્ટ સ્લાઇડર આપ્યું છે જે ખૂબ જ ઉપયોગી છે.
આ વનપ્લસ ઓપનમાં નો-ગેપ હિન્જ ડિઝાઇન છે. આ હિન્જ ખૂબ જ મજબૂત છે કારણ કે OnePlus એ દાવો કર્યો છે કે તમે આ ફોનને 10,00,000 વખત ફોલ્ડ અને અનફોલ્ડ કરી શકો છો અને તેમ છતાં પણ હિન્જમાં કોઈ સમસ્યા નહીં જ થાય.
ફોન 4805mAh બેટરી સાથે આવે છે જેમાં 67W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે
કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનમાં (48 + 64 + 48) એમપી ટ્રિપલ રીઅર કેમેરા, 32 એમપી આઉટર ડિસ્પ્લે કેમેરા અને 20 એમપીનો ઇનર ડિસ્પ્લે કેમેરા છે.
આ ફોનના કેમેરાને Hasselblad દ્વારા ટ્યુન કરવામાં આવ્યો છે અને તે અદ્ભુત ફોટોગ્રાફી કરી શકે છે તે ઉપરાંત કેમેરા ડોલ્બી વિઝન વિડિયો શૂટ કરવા માટે પણ સક્ષમ છે.
OnePlus Open એ બહારની બાજુએ 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2800nits પીક બ્રાઇટનેસ સાથેની 6.31" 2K 10-બીટ LTPO 3.0 AMOLED ડિસ્પ્લે સાથે આવે છેે.
આ ઓપન ફોલ્ડેબલમાં 7.82" 2K LTPO 3.0 AMOLED મુખ્ય ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 2800nits પીક બ્રાઈટનેસ, 1440Hz PWM ડિમિંગ અને ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે.
બંને ડિસ્પ્લેમાં પાતળા બેઝલ્સ, બ્રાઈટ વિઝ્યુઅલ્સ અને HDR 10+ સપોર્ટ સાથે આધુનિક પંચ-હોલ-સ્ટાઈલવાળી ડિઝાઇન છે.
ફોન લેટેસ્ટ OxygenOS 13.2 યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે જે એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.
ફોનમાં લેધર મટિરિયલ બેક અને મેટલ ફ્રેમ્સ છે જે IPX4 વોટર-રિપેલન્ટ રેટિંગ સાથે આવે છે છે.
OnePlus Open Foldable માત્ર એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે જે 16GB RAM + 512GB સ્ટોરેજ છે જેની કિંમત ભારતમાં ₹1,39,999 છે.
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ