OnePlus Pad Go ટેબ્લેટ મીડિયાટેક હિલિયો G99 4G પ્રોસેસર સાથે લોન્ચ થયો છે
આ ટેબ્લેટ 8GB LPDDR4X રેમ અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ સાથે આવે છે જેને 1TB સુધી વધારી શકાય છે
આ ટેબ્લેટમાં 8000mAh બેટરી અને 33W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે
જો આપણે કેમેરા વિશે જોઈએ, તો આ ટેબ્લેટ 8MP ના એક રીઅર કેમેરા અને 8MP ના એક સેલ્ફી કેમેરા સાથે આવે છે
OnePlus Pad Go માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 400nits પીક બ્રાઈટનેસ સાથેની મોટી 11.35" 2.4K LTPS ડિસ્પ્લે આપવામાં આવેલ છે
આ પેડ એન્ડ્રોઇડ 13-આધારિત OxygenOS ટેબ્લેટ UI સાથે આવે છે. OnePlus એ 3 વર્ષ માટે OS અને 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
આ પૅડ ગો ડ્યુઅલ ટોન ફિનિશ સાથે મેટલ બૉડીથી બનેલું છે જે દેખાવે સારો લાગે છે
OnePlus Pad Go ના ત્રણ વેરિઅન્ટ છે: 8GB RAM + 128GB (WiFi): ₹19,999 8GB RAM + 256GB (WiFi): ₹21,999 8GB RAM + 256GB (LTE): ₹23,999
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ