ક્વોલકોમ ના સ્નેપડ્રેગન 7s જેન 2 (4nm) ચિપસેટનો ઉપયોગ Realme 12 Pro+ ને ચલાવવા માટે કરેલ છે.
ફોનમાં બે રેમ વિકલ્પો 8/12GB LPDDR5 પ્રકારના અને બે સ્ટોરેજ વિકલ્પો 128/256GB UFS 3.1 પ્રકારના આપેલા છે
ફોનમાં 67W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 5000mAh બેટરી છે જે Realme 11 Pro+ માં 100W વાળી હતી
12 પ્રો પ્લસમાં પાછળની બાજુએ 50MP સોની IMX890 મુખ્ય સેન્સર + 64MP 3x પેરિસ્કોપ + 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર છે અને આગળ 32MP સેલ્ફી સેન્સર છે
આ અત્યાર સુધીનો પહેલો ફોન છે જે 30K કિંમતની શ્રેણીમાં પેરિસ્કોપ સેન્સર લાવે છે. એકંદરે ફોટા અને વીડિયો ખૂબ જ સારી રીતે કેપ્ચર કરે છે. Realme એ કેમેરા વિભાગમાં ખરેખર કામ કર્યું છે એમ કહી શકાય.
Realme 12 Pro+ માં 6.7" FHD+ OLED કર્વ્ડ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 2160Hz PWM ડિમિંગ અને 950nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.
આ ડિસ્પ્લે TUV રાઈનલેન્ડના લો લાઇટ સર્ટિફિકેશન સાથે પણ આવે છે જે આ ડિસ્પ્લેને તમારી આંખો માટે વધુ સુરક્ષિત બનાવે છે.
ફોનને Realme UI 5.0 મળે છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે અને તમને 2 વર્ષનાં મેજર + 3 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ મળશે.
આ પ્રીમિયમ દેખાતો ફોન પ્લાસ્ટિક ફ્રેમ અને વેગન લેધર બેકનો ઉપયોગ કરીને બનાવેલ છે. આગળનો ભાગ Asahi Glass DT Star 2 દ્વારા સુરક્ષિત છે અને ફોનમાં IP65 રેટિંગ પણ છે.
આ સુંદર ડિઝાઇન બનાવવા માટે Realme ખાસ કરીને જાણીતી પ્રીમિયમ ઘડિયાળ બનાવનાર કંપની રોલેક્સની મદદ લીધી છે જેને ચોક્કસપણે ખૂબ જ પ્રીમિયમ ફોન બનાવેલ છે.
Realme 12 Pro+ ના ત્રણ વેરિઅન્ટ છે: 8GB + 128GB: ₹29,999 8GB + 256GB: ₹31,999 12GB + 256GB: ₹33,999 આ કિંમતે આ એક ખૂબ જ સંતુલિત પ્રીમિયમ દેખાતો ફોન બની જાય છે.