Tecno POP 8 ફોનનો રિવ્યૂ માત્ર 10 મુદ્દામાં

Tecno POP 8 ફોનમાં યુનિસોક T606 ચિપસેટ, 4GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 સ્ટોરેજ છે. ફોન 2,44,561 AnTuTu સ્કોર લાવે છે જે ખૂબ જ આદરણીય છે કારણ કે સામાન્ય રીતે આપણને આ સ્કોર 12 હજારની આસપાસના ફોનમાં જોવા મળે છે. ફોન તમામ પ્રકારના રોજિંદા કાર્યોને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરે છે.

1. પર્ફોર્મન્સ

મોબાઇલમાં 5000mAh બેટરી છે જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત માત્ર 6 હજાર જ છે પરંતુ તેમ છતાં, તે USB Type-C પોર્ટ સાથે 10W ફાસ્ટ ચાર્જિંગ આપે છે જે ખૂબ સારી બાબત કહેવાય.

2. ફાસ્ટ ચાર્જિંગ

ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે જે આ કિંમતે જોવા મળતું નથી. તદુપરાંત, ફોનમાં આઇફોનના ડાયનેમિક આઇલેન્ડ જેવા સ્ટાઇલનું ડાયનેમિક પોર્ટ નામનું ફીચર પણ છે જે કોઇપણ નોટિફિકેશન કે કોલ આવે ત્યારે દેખાય છે.

3. ફીચર્સ

POP 8 ફોન 6.56" HD+ 90Hz IPS LCD ડિસ્પ્લે લઈને આવે છે જેમાં સેન્ટર પંચ હોલ ડિઝાઇન અને મધ્યમ કદના બેઝલ્સ છે. ડિસ્પ્લેની ગુણવત્તા ઘણી સારી છે, વ્યૂઇંગ એન્ગલ્સ પણ સારા છે. એકંદરે, આ તેની કિંમતમાં શ્રેષ્ઠ ડિસ્પ્લેમાંની એક છે

4. ડિસ્પ્લે

ડિસ્પ્લેમાં 90Hz રિફ્રેશ રેટ છે જે સ્મૂથ વિઝ્યુઅલ્સ આપે છે અને ઑડિયો માટે, આશ્ચર્યજનક રીતે આ પૉપ 8 ફોનમાં સેગમેન્ટના પ્રથમ DTS દ્વારા ટ્યુન કરેલા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે મધ્યમ લાઉડનેસ વાળો પણ સારો અવાજ ઉત્પન્ન કરે છે.

5. મલ્ટિમિડીયા

પાછળના ભાગમાં 12MP + AI સેન્સરનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને આગળના ભાગમાં 8MP સેલ્ફી છે. કેમેરા ગુણવત્તા અન્ય બજેટ ફોનની જેમ જ યોગ્ય છે. પરંતુ આ ફોનની કેમેરા એપમાં AI મોડ, બ્યુટી મોડ, સુપર નાઈટ મોડ, ટાઈમલેપ્સ મોડ વગેરે જેવા ફીચર્સ આપેલા છે. તે ઉપરાંત સેલ્ફી માટે, તમને ફ્રન્ટ એલઈડી ફ્લેશ પણ મળે છે.

6. કેમેરા

કંપનીએ તેની HiOS 13 યુઝર ઈન્ટરફેસ સ્કીન આપી છે જે એન્ડ્રોઈડ 13 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. ફોન 1 કે 2 વગર કામની એપ્સ સાથે આવે છે પરંતુ તે સિવાય OS ખૂબ જ વ્યવસ્થિત છે.

7. સૉફ્ટવેર અનુભવ

કનેક્ટિવિટીના સંદર્ભમાં, ફોન ડ્યુઅલ 4G VoLTE, WiFi 5 અને બ્લૂટૂથ 5.0 સાથે આવે છે. આ ફોનમાં 5G નથી તેથી તે માત્ર 4G ઇન્ટરનેટ સ્પીડ પર ચાલશે. તેના સિવાય કનેક્ટિવિટીમાં બીજી કોઈ સમસ્યા નથી.

8. કનેક્ટિવિટી

આ વિભાગમાં ટેકનો એ ખૂબ જ અનોખું કામ કર્યું છે. તેઓએ પ્લાસ્ટિક બેક અને ફ્રેમ આપી છે પરંતુ ફોન એક અનન્ય પેટર્ન વાળી ડિઝાઇન સાથે આવે છે જે ખૂબ પ્રીમિયમ લાગે છે. વધુમાં, આ 6K હેઠળનો ફોન IPX2 સ્પ્લેશ-પ્રતિરોધક રેટિંગ પણ લાવે છે જે કેટલાક પાણીના છાંટાથી ફોનને બગડતો બચાવે છે.

9. બિલ્ડ અને દેખાવ

Tecno POP 8 માત્ર એક જ વેરિઅન્ટમાં આવે છે: 4GB RAM + 64GB સ્ટોરેજ: ₹6,499 પરંતુ કોઈપણ બેંક કાર્ડ પેમેન્ટ સાથે, તમને આ ફોન માત્ર ₹5,999 માં મળશે. આ કિંમત પર, આ ફોન ખૂબ જ સારો કહેવાય. તમે તેને ખરીદી શકો છો અને અન્યને પણ ગિફ્ટ કરી શકો છો.

10. કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters