એજ 50 અલ્ટ્રામાં 2800nits બ્રાઇટનેસ, SGS આઇ પ્રોટેક્શન, PWM ડિમિંગ અને GG વિક્ટસ પ્રોટેક્શન સાથેની પેન્ટોન માન્ય ફ્લેગશિપ-ગ્રેડ 1.5K 144Hz પીઓલેડ 3D કર્વ્ડ ડિસ્પ્લે છે. જે ખરેખર ઇમર્સિવ અને એકદમ સચોટ રંગો ઉત્પન્ન કરે છે.
50MP મુખ્ય + 50MP અલ્ટ્રાવાઇડ + 64MP ટેલિફોટો રીઅર કેમેરા, ઉપરાંત 50MP સેલ્ફી છે. ત્વચાના ટોનમાં પણ સચોટ રંગની ખાત્રી આપતા, પેન્ટોન દ્વારા બધા કેમેરાને માન્યતા મળી છે. વધુમાં, કેમેરાઓ AI દ્વારા સંચાલિત છે તેથી પિક્ચર કવોલિટીમાં ભારે સુધારો જોવા મળ્યો છે
મોટોરોલા હંમેશા પ્રીમિયમ અને આરામદાયક બિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ Moto Edge 50 Ultra નેચરલ વુડન ફિનિશ સાથે આવે છે. વધુમાં, તે પાણીથી બચાવ માટે IP68 રેટિંગ પણ ધરાવે છે. એકંદરે બિલ્ડ અને ડિઝાઈન એ નેક્સ્ટ લેવલનું પ્રીમિયમ છે
નવીનતમ Snapdragon 8s Gen 3 ચિપ, 12GB LPDDR5X RAM અને 512GB UFS 4.0 ઇન-બિલ્ટ સ્ટોરેજ સાથે એજ 50 અલ્ટ્રા ખુબ મજબુત પર્ફોર્મન્સ આપે છે. ફોન મલ્ટીટાસ્કિંગ હોય કે પછી હાઇ-એન્ડ ગેમિંગ હોય તે ખૂબ જ સરળ રીતે હેન્ડલ કરી શકે છે.
Snapdragon 8s Gen 3 એ ખૂબ જ શક્તિશાળી ચિપ છે. આ ફોન લગભગ 15,00,000 AnTuTu સ્કોર લાવે છે. ફોન BGMI જેવી ગેમ્સને તેના હાઈએસ્ટ સેટિંગમાં ખૂબ જ સરળતાથી હેન્ડલ કરે છે.
આ ફોનમાં 125W વાયર્ડ, 50W વાયરલેસ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 4500mAh બેટરી છે. ઑપ્ટિમાઇઝેશન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે અને તેથી જ સંપૂર્ણ ચાર્જ પર, ફોન કોઈ શંકા વિના આખો દિવસ ચાલે છે
એન્ડ્રોઇડ 14 આધારિત હેલો UI એ મારી સૌથી પ્રિય UI માની એક છે. તે સંપૂર્ણપણે સ્વચ્છ અને ફિચર્સથી ભરપૂર છે તેમજ તે ખૂબ સારી રીતે ઑપ્ટિમાઇઝ કરેલ છે. યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવતી ઘણી AI ફીચર્સ પણ છે. બ્રાન્ડ 3 OS + 4 સુરક્ષા અપડેટ્સ આપશે.
તમે આ ફોનને મલ્ટિમીડિયા માટે આંખ બંધ કરીને ખરીદી શકો છો. તેમાં ડોલ્બી એટમોસ ટ્યુન્ડ મધુર સ્પીકર છે. ડિસ્પ્લેમાં HDR 10+ અને પેન્ટોન માન્યતા પણ છે. તેથી એજ 50 અલ્ટ્રામાં કન્ટેન્ટ જોવું અસાધારણ બની જાય છે.
આશ્ચર્યજનક રીતે, બ્રાન્ડે તમામ નવીનતમ કનેક્ટિવિટી વિકલ્પો આપ્યા છે જે તેના સેગમેન્ટમાં જોવા મળતા નથી. ફોનમાં USB Type-C 3.1 Gen 2, DisplayPort 1.4, 17 5G Bands, વાઇફાઇ 7, બ્લ્યુટૂથ 5.4, GPS અને NFC છે.
Moto Edge 50 Ultra માત્ર એક જ વેરિઅન્ટ 12GB RAM + 512GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત Rs. 59,999 અને તેના પ્રારંભિક સેલમાં તે Rs. 49,999 રાખવામાં આવશેે. મને લાગે છે કે આ કિંમતે આ એક ઓલરાઉન્ડર ફ્લેગશિપ ફોન છે.
મારા મતે, આ એક જોરદાર ફોન છે જે તેના સેગમેન્ટમાં દરેક ટોપ-લેવલ સ્પેક્સ સાથે આવે છે. એમ કહી શકાય કે તે તેની કિંમત કરતાં વધુ ફીચર્સ આપે છે. આ ખરેખર એક વેલ્યુ ફોર મની ફોન છે.