જાણો Motorola Edge 50 Fusion ફોનનો રિવ્યૂ  માત્ર 10 પોઈન્ટ્સમાં 🩵 

મોટો એજ 50 ફ્યુઝન એ ફ્લેગશિપ-ગ્રેડની 6.67" FHD+ 144Hz પીઓલેડ કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે. જેમાં 1600 નિટ્સની બ્રાઈટનેસ, SGS આઈ પ્રોટેક્શન, ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન અને ખૂબ જ પાતળા બેઝલ્સ છે.

1. સુંદર ડિસ્પ્લે

આ ફોનમાં સેગમેન્ટનો પ્રથમ 50MP Sony LYT-700C મુખ્ય + 13MP અલ્ટ્રાવાઇડ રીઅર કેમેરા, ઉપરાંત 32MP સેલ્ફી છે. જે એકદમ ચોક્કસ રંગ અને એજ ડિટેકશન સાથે અદ્ભુત ફોટા પાડે છે. આ એજ 50 ફ્યુઝન એ તેના સેગમેન્ટના શ્રેષ્ઠ કેમેરા ફોનમાંનો એક છે

2. પરફેક્ટ કેમેરા

શું પ્રીમિયમ લાગે છે આ ફોન!! વાસ્તવમાં આ ખૂબ જ પાતળો અને હલકો છે. પાછળની બાજુએ કર્વ્ડ ધાર વાળી લેધર બેક પેનલ છે જે હાથમાં પકડવામાં ખૂબ આરામદાયક અનુભવ આપે છે. વધુમાં આ ફોન IP68 રેટિંગ સાથે પણ આવે છે જે ફોનને પાણી થી બચાવે છે.

3. આકર્ષક ડિઝાઇન

એજ 50 ફ્યુઝન સ્નેપડ્રેગન 7s જેન 2 ચિપ ધરાવે છે જે 8/12GB RAM અને 128/256GB સ્ટોરેજ સાથે આવે છે. ફોન દરેક પ્રકારના વપરાશમાં ખૂબ જ સરળ ચાલે છે પછી ભલે તે સામાન્ય રોજિંદા કાર્યો હોય કે ભારે મલ્ટિટાસ્કીંગ હોય.

4. સારું પર્ફોર્મન્સ

સ્નેપડ્રેગન 7s જેન 2 ચિપ જે 4nm પર આધારિત છે તે લગભગ 6,15,000 AnTuTu સ્કોર લાવે છે જે સારો કહી શકાય. ફોન BGMI જેવી ગેમોને 60FPS પર મધ્યમ સેટિંગ્સ સાથે ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી શકે છે.

5. ગેમિંગ પર્ફોર્મન્સ

આ Edge 50 Fusion 5000mAh બેટરી લઈને આવે છે જે 68W સુપર ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ છે. ફોન માત્ર 50 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને મધ્યમ વપરાશ પર તે એક દિવસથી પણ વધુ ચાલે છે.

6. લાંબી બેટરી

આ ફોનમાં આપણને એન્ડ્રોઇડ 14 આધારિત મોટોરોલાનું શ્રેષ્ઠ "હેલો UI" મળે છે. UI સંપૂર્ણપણે સ્વચ્છ, ફિચર્સથી ભરપૂર અને સારી રીતે ઑપ્ટિમાઇઝ છે. તદુપરાંત, તમને 3 OS + 4 સુરક્ષા અપડેટ્સ પણ મળશે જે ખુબ જ સારી બાબત છે.

7. શ્રેષ્ઠ UI

મલ્ટીમીડિયામાં પણ આ ફોન ઉત્તમ છે કારણ કે તેની પીઓલેડ ડિસ્પ્લે ખૂબ જ વાઇબ્રન્ટ રંગો ઉત્પન્ન કરે છે જે એકદમ સુંદર વિઝ્યુઅલ અને ડોલ્બી એટમોસ દ્વારા સમર્થિત ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે આકર્ષક ઓડિયો આપે છે.

8. ઇમર્સિવ મલ્ટીમીડિયા

કનેક્ટિવિટીની બાબતમાં Motorola એ તમામ લેટેસ્ટ ઓપ્શન આપ્યા છે. એજ 50 ફ્યુઝનને 15 5G બેન્ડ્સ, 4G VoLTE, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને NFC દ્વારા પણ સજ્જ કરવામાં આવ્યો છે.

9. નવીનતમ કનેક્ટિવિટી

ફોન બે અલગ-અલગ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે: ₹22,999માં 8/128 અને ₹24,999માં 12/256. પરંતુ ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ₹2000 ના ડિસ્કાઉન્ટ સાથે કિંમત વધુ ઓછી થઈ જાય છે. આ કિંમતે આ ખરેખર ઓલ રાઉન્ડર ફોન છે.

10. યોગ્ય કિંમત

આ ઓલરાઉન્ડર ફોન તે લોકો માટે એકદમ પરફેક્ટ છે જેઓ ઉત્તમ પ્રદર્શન, ઉત્તમ કેમેરા, લાંબી બેટરી, સ્વચ્છ UI અને પ્રીમિયમ બિલ્ડ વાળો ફોન ઇચ્છે છે. જો કે, હાઇ-એન્ડ ગેમિંગ માટે, તમે અન્ય ફોન તરફ જોઈ શકો છો.

નિષ્કર્ષ

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters