Infinix Note 40 Pro માં મીડિયાટેક ડાયમેન્સિટી 7020 (6nm) પ્રોસેસર છે જે 4,65,000 AnTuTu સ્કોર લાવે છે.
ફોન ફક્ત એક જ વેરિઅન્ટમાં આવે છે જે 8GB LPDDR4X રેમ અને 256GB UFS 2.2 સ્ટોરેજનો છે.
Note 40 Pro એ 5000mAh બેટરીથી સજ્જ છે જે 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે તેમજ તે બાય પાસ ચાર્જિંગ ફીચર પણ ધરાવે છે.
Infinix એ 20W વાયરલેસ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપ્યો છે જે 20 હજારની કિંમતે પહેલી વાર જોવા મળે છે.
નોટ 40 પ્રો પાછળની બાજુએ એક્ટિવ હેલો લાઇટ સાથે આવે છે જે સામાન્ય રીતે અદ્રશ્ય હોય છે પરંતુ તે ચાર્જિંગ, કૉલ, નોટિફિકેશન, મ્યુઝિક વગેરે દરમ્યાન ચાલુ થાય છે.
કેમેરા તરીકે પાછળના ભાગમાં 108MP મુખ્ય + 2MP મેક્રો + 2MP ડેપ્થ સેન્સરનું ટ્રિપલ કેમ સેટઅપ છે, જ્યારે સેલ્ફી ફ્લેશ સાથે ફ્રન્ટમાં 32MP સેલ્ફી સેન્સર આપેલ છે.
આ ફોન 6.78" FHD+ 120Hz AMOLED ડિસ્પ્લે ધરાવે છે. પેનલ 1300nits પીક બ્રાઈટનેસ, 2160Hz PWM ડિમિંગ અને ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથ આવે છે.
ઈન્ફિનિક્સ નોટ 40 પ્રો પાસે એન્ડ્રોઇડ 14 આધારિત XOS 14 UI છે. તેમાં કેટલાક AI ફીચર્સ પણ છે અને બ્રાન્ડે 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ આપવાની ખાતરી કરી છે.
ફોન પ્લાસ્ટિક ફ્રેમ અને લેધર બેકથી બનેલ છે. તેમાં IP53 રેટિંગ પણ જોવા મળે છે. ફોન ખૂબ જ બોલ્ડ લાગે છે અને હાથમાં ખૂબ જ આરામદાયક લાગે છે.
ઈન્ફિનિક્સ નોટ 40 પ્રો માં એક જ વેરિઅન્ટ છે: 8GB + 256GB: ₹21,999 પ્રી-ઓર્ડર પર તમને MagCase, MagPad અને MagPower બિલકુલ મફત મળશે.