જાણો ધમાકેદાર OnePlus Nord CE 4 ફોનનો રિવ્યૂ માત્ર 10 પોઈન્ટ્સમાં 🩵

OnePlus Nord CE 4 નું પર્ફોર્મન્સ પરફેક્ટ છે. તેમાં Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે, જે TSMC ના 4nm ફેબ્રિકેશન પર બનેલું છે. ફોન ભારે મલ્ટી-ટાસ્કીંગ અને ગેમિંગને ખૂબ જ સરળતાથી સંભાળે છે.

1. પર્ફોર્મન્સ

LPDDR4X RAM અને UFS 3.1 સ્ટોરેજ સાથે  નોર્ડ CE 4 ખૂબ જ સારો 8,50,000 AnTuTu સ્કોર લાવે છે. તે 60fps પર BGMI અને 40fps પર જેન્સીન ઈમ્પેક્ટ જેવી ગેમ રમવા માટે સક્ષમ છે. એકંદરે ગેમપ્લે ખૂબ જ સરળ અને લેગ-ફ્રી છે.

2. ગેમિંગ પર્ફોર્મન્સ

આગળના ભાગમાં, 6.67" 120Hz FHD+ AMOLED ડિસ્પ્લે છે જે 1100nits પીક બ્રાઇટનેસ, 2160Hz PWM ડિમિંગ અને HDR 10+ને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે ખૂબ જ સચોટ રંગો ઉત્પન્ન કરે છે જે તાજેતરમાં લૉન્ચ થયેલા નથિંગ ફોન 2a કરતાં પણ વધુ સારા છે.

3. ડિસ્પ્લે

ફોનમાં 5500mAh બેટરી અને 100W હાઇપર ફાસ્ટ ચાર્જિંગ છે જે ફોનને માત્ર 30 મિનિટમાં 100% ચાર્જ કરે છે. 4nm ચિપ સાથે ફોન મધ્યમ વપરાશમાં 1.5 દિવસ અને ભારે વપરાશમાં લગભગ એક દિવસ ચાલે છે.

4. બેટરી

CE 4માં પાછળના ભાગમાં 50MP સોની LYT-600 મુખ્ય + 8MP સોની IMX355 અલ્ટ્રાવાઇડ લેન્સ છે જ્યારે આગળના ભાગમાં 16MP સેલ્ફી છે. સોની સેન્સર્સ ખૂબ જ શાર્પ, રંગમાં સચોટ અને કુદરતી દેખાતા ફોટાને ક્લિક કરે છે પરંતુ તે નથિંગ ફોન 2a ની સરખામણીમાં ઓછા પ્રકાશમાં ઠીક ફોટા પાડે છે.

5. કેમેરા

ફોન Android 14 આધારિત OxygenOS 14 પર ચાલે છે જેમાં 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ પણ મળશે. UI માં ઘણી બધી બ્લોટવેર એપ્સ છે. OnePlus પણ સેટઅપ સમયે પૂછતું નથી અને સીધું તે અનિચ્છનીય એપ્સ ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરે છે જે ખૂબ જ અયોગ્ય બાબત કહેવાય.

6. સોફ્ટવેર

Nord CE 4 પ્લાસ્ટિકમાંથી બનેલ છે જે આગળના ભાગમાં પાંડા ગ્લાસ પ્રોટેક્શન લાવે છે અને તે IP54 રેટિંગ પણ ધરાવે છે. OnePlus એ ફોનને લગભગ 1-1.5 મીટરથી નીચે પાડવાનો વિડિયો શેર કર્યો હતો જેમાં ફોન તેની મજબૂતાઈનો પુરાવો આપતા બચી ગયો છે.

7. બિલ્ડ

મલ્ટીમીડિયાના સંદર્ભમાં ફોન અપ ટુ ડેટ છે. તે YouTube તેમજ Netflix પરના વીડિયોમાં HDRને સપોર્ટ કરે છે. આ ફોન ડોલ્બી એટમોસ દ્વારા ટ્યુન કરેલા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે જે ખૂબ જ સ્પષ્ટ અને મધુર અવાજ આપે છે.

8. મલ્ટિમિડીયા

કનેક્ટિવિટી વિશે વાત કરીએ તો, ફોનમાં 7 5G બેન્ડ સપોર્ટ, ડ્યુઅલ 4G VoLTE, વાઇફાઇ 5 અને બ્લૂટૂથ 5.4 છે. પરંતુ એ બાબત નોંધવા જેવી છે કે તેમાં NFC નો સપોર્ટ આપેલો નથી.

9. કનેક્ટિવિટી

10. કિંમત

વનપ્લસ નોર્ડ CE 4 બે વેરિઅન્ટ (8 + 128) ₹24,999 અને (8 + 256) ₹26,999માં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ખરેખર ખુબ જ વ્યાજબી કિંમત છે જે આ ફોનને ભારતમાં 25 હજાર કિંમત હેઠળનો શ્રેષ્ઠ સ્માર્ટફોન બનાવે છે.

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters