Infinix Note 40 માં ડાયમેન્સિટી 7020 ચિપસેટ છે જે આમ જોવા જઈએ તો થોડુંક જૂનું કહેવાય. તે બરોબર શક્તિશાળી નથી. થોડી ભારે મલ્ટી ટાસ્કિંગમાં પણ ફોન લેગ થવા માંડે છે.
ફોન માત્ર 4,90,000 AnTuTu સ્કોર લાવે છે. તે મધ્યમ રીઝોલ્યુશન સાથે માત્ર 40fps પર BGMI જેવી રમતો રમી શકે છે. જે તેની કિંમત પ્રમાણે યોગ્ય ન કહેવાય
નોટ 40 5G એ 33W ધીમા ચાર્જિંગ સાથે આવે છે, જે ખરેખર ઓછામાં ઓછું 45W હોવું જોઈએ કારણ કે અન્ય ફોન આ સેગમેન્ટમાં 67W સુધી ચાર્જિંગ આપી રહ્યા છે.
(108+2+2)MP કેમેરા સેટઅપ બરાબર નથી. કેમ કે તેમાં કોઈ અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં નથી આવ્યો, જે હવે 20 હજારની કિંમત હેઠળ સામાન્ય રીતે જોવા મળી જાય છે. વધુમાં, કેમેરાની કવોલીટી પણ ઠીકઠાક છે.
Note 40 5G માં 3.5mm જેક પણ આપેલ નથી. આમ જોવા જઈએ તો, 20K હેઠળના સેગમેન્ટના ખરીદદારો વાયર્ડ ઇયરફોન્સનો ઉપયોગ કરે છે જેમાં 3.5mm જેકની જરૂર હોય છે પણ આ ફોનમાં નથી.