POCO F6 5G માં અત્યાધુનિક ક્વોલકોમ સ્નેપડ્રેગન 8s જેન 3 4nm પ્રોસેસર, સૌથી ઝડપી LPDDR5X RAM અને UFS 4.0 સ્ટોરેજ છે. તે 1,525,000 નો ધમાકેદાર ગીકબેન્ચ સ્કોર લઈને આવે છે, જે ભારે ગેમિંગ અને મલ્ટીટાસ્કીંગમાં તાળિયાતોડ પ્રદર્શનને આપે છે. વધુમાં, તે ગેમિંગમાં 20fps રે ટ્રેસિંગને સપોર્ટ કરે છે, જે કોઈપણ 30 હજાર સુધીના ફોનમાં જોવા મળતું નથી.
આ પોકો F6 મોબાઇલ 5000mAh બેટરી અને 90W ટર્બો ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છેે, ફોન સંપૂર્ણ ચાર્જ થવા માટે માત્ર 40 મિનિટ જ લે છે. તેના 4nm ચિપસેટ સાથે, ફોન સામાન્ય ઉપયોગમાં 1.5 દિવસ અને ભારે ઉપયોગમાં લગભગ 1 દિવસ ચાલે છે.
પોકો એફ6 એ 120Hz રિફ્રેશ રેટ અને 2400 nits પીક બ્રાઇટનેસ સાથેની 6.67" 1.5K AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તે ડોલ્બી વિઝનના સપોર્ટ સાથે આવે છે, જે સામાન્ય રીતે ફ્લેગશિપ ફોનમાં જ જોવા મળે છે, અને વધુમાં તે 1920Hz PWM ડિમિંગ પણ ધરાવે છે જે તમારી આંખોને ઓછી બ્રાઇટનેસમાં જોવા મળતા ફ્લિકરિંગથી થતા નુકસાનથી બચાવે છે.
POCO F6 એ 50MP સોની LYT 600 OIS મુખ્ય કૅમેરા અને 8MP સોની IMX355 અલ્ટ્રાવાઇડ સેન્સર પાછળની બાજુએ તથા 20MP ફ્રન્ટ સેલ્ફી ધરાવે છે. તે પાછળની બાજુએ 4K 60fps અને આગળના ભાગમાં 1080p 60fps પર શૂટ કરી શકે છે. ફોટો અને વિડિયોની ગુણવત્તા નોંધપાત્ર રીતે સુધરી છે. કેમેરા સારી માત્રામાં ડિટેઈલ્સ, સચોટ સ્કિન ટોન અને વિશાળ ડાઇનેમિક રેન્જને કેપ્ચર કરે છે.
POCO F6 માં ટાઈટેનિયમ ટેક્સચર અને કર્વ્ડ ધાર વાળું પ્લાસ્ટિક બેક પેનલ અને ફ્રેમ્સ છે. આગળના ભાગમાં ડિસ્પ્લેની સુરક્ષા માટે ખુબ જ મજબુત ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપેલ છે. વધુમાં, ફોન IP64 રેટિંગ સાથે પણ આવે છે જે તેને પાણીથી બગાડતાં બચાવે છે.