ASUS ROG Phone 8 Pro ટોપ-નોચ ફ્લેગશિપ પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 (4nm) સાથે આવે છે.
ફોનમાં 16/24GB ની LPDDR5X RAM અને 512GB/1TB ની UFS 4.0 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
ફોન 65W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5500mAh બેટરી લાવે છે
ROG Phone 8 Pro માં એર ટ્રિગર્સ તેમજ ઘણી AI ફીચર્સ છે જે તમારા ગેમિંગને સરળ બનાવામાં મદદરૂપ થાય છે
આરઓજી ફોન 8 પ્રો એડિશન એરોએક્ટિવ કૂલર X સાથે આવે છે જે તમને ભારે ગેમિંગ કરતી વખતે ઉચ્ચ પર્ફોર્મન્સ આપવા માટે ફોનને ઠંડો રાખે છે
AniMe Vision એ 341 LED વાળી કોમ્પેક્ટ મિની-LED લાઇટ છે. જે એનિમેશન અથવા તમારી કસ્ટમ ડિઝાઇન પ્રદર્શિત કરી શકે છે અને જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તે સંપૂર્ણપણે અદ્રશ્ય બની જાય છે.
કેમેરા વિભાગમાં, ફોન 50MP મુખ્ય + 13MP UW + 32MP ટેલિફોટો સેન્સરના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને આગળના ભાગમાં 32MP સેલ્ફી સેન્સર સાથે આવે છે.
ROG ફોન 8 પ્રોમાં 165Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2500nits પીક બ્રાઇટનેસ સાથેની 6.78" FHD+ LTPO AMOLED ડિસ્પ્લે છે.
ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 શિલ્ડ દ્વારા સુરક્ષિત છે તેમજ આધુનિક પંચ હોલ ડિઝાઇન અને ગયા વર્ષના ROG Phone 7 Ultimate કરતાં ખુબ જ પાતળા બેઝલ્સ સાથે આવે છે.
આરઓજી ફોન 8 પ્રોમાં ROG UI સ્કિન ધરાવતી નવીનતમ Android 14 ઑપરેટિંગ સિસ્ટમ છે જેમાં ASUS એ 2 મુખ્ય અને 4 સુરક્ષા અપડેટ્સનું વચન આપ્યું છે.
ફોન ગ્લાસ બેક અને મેટલ ફ્રેમથી બનેલો છે ઉપરાંત તે IP68 રેટિંગ પણ ધરાવે છે. ફોનની પાછળ એક સ્મૂધ મેટ ફિનિશ છે જે સેટલ દેખાવ આપે છે
આ ફોન બે વેરિઅન્ટમાં આવે છે: 16GB + 512GB: ₹94,999 24GB + 1TB: ₹1,19,999