મીડિયાટેક ડાયમેન્સિટી 7020 (6nm) પ્રોસેસરનો ઉપયોગ Infinix Note 40 માં કરવામાં આવેલ છે જે આશરે 5,00,000 AnTuTu સ્કોર લાવે છે.
Note 40 5G માત્ર 8GB LPDDR4X રેમ અને 256GB UFS 2.2 સ્ટોરેજ ધરાવતા એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવેલ છે.
ફોન 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી ધરાવે છે. પરંતુ શ્રેષ્ઠ વાત એ છે કે તે સેગમેન્ટનું પ્રથમ 15W વાયરલેસ ચાર્જિંગ લઈને આવે છે.
નોટ 40 માં એક અદ્રશ્ય એકટીવ હેલો લાઇટ પણ છે, જે ચાર્જિંગ, કૉલ્સ, નોટિફિકેશન, મ્યુઝિક પ્લેબેક દરમિયાન ચાલુ થાય છે.
Infinix Note 40 5G એ 108MP + 2MP + 2MP ના ટ્રિપલ રીઅર કેમેરા અને 32MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા સાથે આવે છે
Infinix Note 40 5G માં 6.7" FHD+ 10-bit AMOLED ડિસ્પ્લે છે. તેમાં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits પીક બ્રાઈટનેસ છે.
આઇફોનના ડાયનેમિક આઇલેન્ડ જેવું દેખાતું મેજિક રીંગ નામનું ફીચર પણ છે. તે ચાર્જિંગ, કૉલ્સ, અને મ્યુઝિક દરમિયાન દેખાય છે.
OS ના સંદર્ભમાં તમને XOS UI મળે છે જે Android 14 પર આધારિત છે. Infinix એ 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
આમ તો ફોન પ્લાસ્ટિકનો બનેલો છે પરંતુ તેનું ટેક્સચર અને ફિનિશિંગ ખૂબ જ પ્રીમિયમ છે. વધુમાં તેની બોક્સી ડિઝાઇન હાથમાં એકદમ આરામદાયક પકડ આપે છે.
Infinix Note 40 માં એક જ વેરિઅન્ટ છે: 8GB + 256GB: ₹19,999 વધુમાં અમુક બેંક કાર્ડ્સ પર ₹2000 નું ડિસ્કાઉન્ટ પણ છે.