POCO X6 Neo એ ડાયમેન્સિટી 6080 SoC, 8/12 GB RAM અને 128/256GB સ્ટોરેજ સાથે આવે છે. તે 4,40,000 AnTuTu સ્કોર લાવે છે અને ખૂબ જ સ્મૂથ પર્ફોર્મન્સ આપે છે
ફોનમાં ખૂબ સુંદર 6.67" FHD+ 120Hz ફ્લેટ AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે પેનલ 1000nits બ્રાઇટનેસ, 1920Hz PWM ડિમિંગ, GG5 પ્રોટેક્શન અને ખૂબ જ સ્લિમ બેઝલ્સ ધરાવે છે
POCO એ આ ક્ષેત્રમાં ધમાકેદાર કામ કર્યું છે. X6 Neo અત્યાર સુધીનો સૌથી પાતળો અને હલકો POCO ફોન છે. તે એક સુંદર દેખાતી ડિઝાઇન ધરાવે છે જે હાથમાં સ્મૂથ અને પ્રીમિયમ અનુભવ આપે છે.
X6 Neo ને મજબૂત 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. મધ્યમ વપરાશમાં 100% ચાર્જ પર આ ફોન 1 દિવસનો બેટરી બેકઅપ આપે છે
POCO X6 Neo બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે: (8+128) જેની કિંમત માત્ર ₹14,999 છે તથા (12+256) જેની કિંમત માત્ર ₹16,999 છે. ખરેખર આ કિંમત માટે આ એક શ્રેષ્ઠ ડિસ્પ્લે સાથે આવનારો પ્રીમિયમ દેખાતો ફોન છે