મોટોરોલા જી64 5G એ નવું મીડિયાટેક ડાયમેન્સિટી 7025 (4nm) પ્રોસેસર ધરાવે છે. તે અંદાજે 5,00,000 AnTuTu સ્કોર લાવે છે.
આ બજેટ ફોન 8/12GB LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ વિકલ્પો સાથે આવે છે.
આ ફોન 33W ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટ વાળી ખુબ જ મોટી 6000mAh બેટરી સાથે આવે છે.
મોટો જી64 પાસે પાછળની બાજુએ (50 OIS + 8) MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને આગળની બાજુએ 16MP સેલ્ફી છે.
Moto G64 માં 6.5" FHD+ IPS LCD ડિસ્પ્લે છે જેમાં 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 560nits બ્રાઇટનેસ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન છે
G64 માં મોટોરોલાની My UX 14 UI છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે. તમને 1 વર્ષનું OS અપડેટ અને 3 વર્ષના સુરક્ષા અપડેટ્સ આપવામાં આવશે.
બિલ્ડના સંદર્ભમાં ફોન સંપૂર્ણપણે ઉચ્ચ ગુણવત્તા વાળા PMMA પ્લાસ્ટિકથી બનેલો છે તે ઉપરાંત તે IP52 રેટિંગ પણ ધરાવે છે.
મોટો જી64 5G બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹13,999 12GB + 256GB: ₹15,999 આ ફોનનો સેલ 23મી એપ્રિલથી ફ્લિપકાર્ટ પર ઓનલાઈન શરૂ થશે.