GT 20 Pro ડાયમેન્સિટી 8200 અલ્ટીમેટ ચિપ લાવે છે જે ખૂબ જ દમદાર છે અને 9,50,000 AnTuTu સ્કોર લાવે છે. પર્ફોર્મન્સને વધુ ઊંચું લઇ જવા માટે ફાસ્ટ LPDDR5X RAM અને UFS 3.1 સ્ટોરેજ પણ છે.
3D માર્ક વાઇલ્ડ લાઇફ સ્ટ્રેસ ટેસ્ટમાં, ફોને 99.4% સ્થિરતા પ્રાપ્ત કરી છે અને CPU થ્રોટલ ટેસ્ટમાં, ફોને CPUને તેના મહત્તમ પરફોર્મન્સના 81% સુધી થ્રોટલ કરી સંપૂર્ણપણે લીલો ગ્રાફ આપ્યો હતો. જે સારી બાબત છે.
BGMI અથવા PUBG ને આ ફોનમાં ગેમની સર્વોચ્ચ સેટિંગ્સ (સ્મૂથ, એક્સ્ટ્રીમ+) સાથે 90fps પર રમી શકાય છે.
અમારા 1 કલાકના પરીક્ષણમાં, ફોન સતત 90fps પર ગેમ ચલાવી રહ્યો હતો. બેટરી લગભગ 29% ડ્રેઇન થઈ ગઈ હતી, અને ફોન થોડો ગરમ થઇ ગયો હતો, પરંતુ તેમ છતાં પણ ફ્રેમ રેટ ઘટ્યો ન હતો.
COD મોબાઇલ પણ તમે ઈન્ફિનિક્સ જીટી 20 પ્રો માં સૌથી ઉચ્ચતમ સેટિંગ્સ (લો, અલ્ટ્રા) સાથે 90fps પર રમી શકો છો.
અમારા 1 કલાકના ટેસ્ટિંગમાં ફોન સતત 90fps ગેમિંગ આપી રહ્યો હતો. બેટરી લગભગ 25% ડ્રેઇન થઈ ગઈ હતી, અને સતત કોઈ ફ્રેમ ડ્રોપ્સ વિના ફોનનું ઉચ્ચ પર્ફોર્મન્સ જળવાઈ રહ્યું હતું.
Infinix GT 20 Pro એ 25GBની ગેનશીન ઈમ્પેક્ટ ગેમમાં પણ સારું પ્રદર્શન આપ્યું હતું. ઉચ્ચ ગ્રાફિક્સ હોવા છતાં ગેમપ્લે ખૂબ જ સ્મૂથ હતો. ફોન થોડો ગરમ થયો હતો અને બેટરી લગભગ 29% ઘટી ગઈ હતી.
ગેમપ્લે દરમિયાન, અમને સતત 57-58 fps મળ્યા હતા. અને તમે જોઈ શકો છો કે પર્ફોર્મન્સ ઘટાડ્યા વગર, ગેમિંગના 1 કલાક પછી પણ કોઈ જ લેગ અથવા જિટર જોવા મળ્યા ન હતા.
BGMI ના ચાહકો માટે એક સારા સમાચાર છે. Infinix એ ટૂંક સમયમાં BGMI ગેમમાં 120fps સપોર્ટ આપવાનું વચન આપ્યું છે. આમ તો તે પહેલાથી જ ભારતની બહાર PUBG માં છે, તેથી અમે તેનું પરીક્ષણ કર્યું અને સતત 120fps ગેમપ્લે સાથે ફોન ખરેખર સ્મૂથ પર્ફોર્મન્સ આપતો હતો.
GT 20 Proના પરફોર્મન્સને જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે આ ફોન ગેમિંગ માટે જ બનાવવામાં આવ્યો છે. જેઓ હેવી પ્રો-ગ્રેડ ગેમિંગને પસંદ કરે છે તેઓ કોઈ શંકા વિના આ ફોન ખરીદી શકે છે.