સ્નેપડ્રેગન 7 જેન 3 એક નવી 4nm ચિપસેટ Nord CE 4 માં આપેલી છે જે તેના સેગમેન્ટમાં સૌથી વધુ 8,50,000 AnTuTu સ્કોર લાવે છે. આ ફોન બટરી સ્મૂધ પરફોર્મન્સ આપે છે અને 60fps ગેમિંગ પણ કરી આપે છે.
આ ફોનમાં OnePlus ની ઇમર્સિવ 6.67" FHD+ 120Hz AMOLED પેનલ આપવામાં આવી છે. ડિસ્પ્લે ટ્યુનિંગ ખૂબ જ સચોટ છે અને ખૂબ જ નેચરલ રંગો ઉત્પન્ન કરે છે. વધુમાં, તે Youtube પર HDR 10+ તેમજ Netflix સુધારતા વિઝ્યુઅલને પણ સપોર્ટ કરે છે.
સામાન્ય 5000mAh બેટરીને છોડીને OnePlus એ અવિશ્વસનીય 100W ટર્બો ફાસ્ટ ચાર્જિંગ સાથે મોટી 5500mAh બેટરી આપી છે. ફોન 0% થી 100% સુધી ચાર્જ માત્ર 30 મિનિટમાં જ થઇ જાય છે.
OnePlus એ પાછળના ભાગમાં તમામ સોની સેન્સર્સ આપેલા છે જેમાં 50MP સોની LYT-600 પ્રાઈમરી અને 8MP સોની IMX355 અલ્ટ્રાવાઇડ સેન્સર છે. ફ્રન્ટમાં 16MP સેલ્ફી સેન્સર છે. ફોટોની ગુણવત્તા ખૂબ જ શાર્પ, સચોટ, અને નેચરલ ટોન વાળી છે.
Nord CE 4 ના 8/128GB વેરિઅન્ટની કિંમત ₹24,999 છે અને તેના 12/256GB વેરિઅન્ટની કિંમત માત્ર ₹26,999 છે. આ ફોન ખૂબ જ વ્યાજબી કિંમતો ધરાવે છે અને તે જે ફીચર્સ ઓફર કરે છે તે સામાન્ય રીતે 30 હજાર હેઠળના ફોનમાં જોવા મળે છે.