Galaxy A55 માં Exynos 1480 SoC છે જે ખૂબ જ ઓછો 7,25,000 AnTuTu સ્કોર લાવે છે પરંતુ એવા ઘણા ફોન છે જે 1 મિલિયનથી વધુ સ્કોર લાવે છે અને ખૂબ સારું પર્ફોર્મન્સ આપે છે.
ફોનમાં 5000mAh બેટરી છે પરંતુ તે માત્ર 25W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ છે જે ખુબ જ ઓછું છે. 40 હજાર કિંમતમાં સેમસંગે 45W અથવા 67W ફાસ્ટ ચાર્જિંગ આપવું જોઈએ
Galaxy A55 પાસે Android 14 આધારિત OneUI 6.1 યુઝર ઇન્ટરફેસ છે જે નવા AI ફીચર્સ સાથે આવે છે. પરંતુ તેમાં ઘણી બધી નકામી એપ્સ અને એડ્સ પણ છે જે યુઝરના અનુભવને ખરાબ કરે છે અને તે 40 હજારની કિંમતે ન હોવા જોઈએ
સેમસંગે વાયરલેસ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ, ડિસ્પ્લેમાં ડોલ્બી વિઝન અને PWM ડિમિંગ સપોર્ટ, 3.5mm જેક જેવા કેટલાક પ્રીમિયમ ફીચર્સ આપ્યા નથી જે ઘણા ફોન આપે છે.
Galaxy A55 બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે: (8+128) જેની કિંમત ₹39,999 છે તથા (12+256) જેની કિંમત ₹42,999 છે. આ કિંમતે, તે જે ફીચર્સ આપે છે તે ઓછા છે અને કિંમત પણ થોડી વધારે છે.