Redmi 13 5G પાસે નવીનતમ ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 5G પ્રોસેસર છે, જે 6,40,000 AnTuTu સ્કોર લાવે છે.
ફોનમાં LPDDR4X પ્રકારના 6/8GB બે RAM વિકલ્પો છે, અને UFS 2.2 પ્રકારનો માત્ર એક 128GB સ્ટોરેજ વિકલ્પ છે.
5030mAh બેટરી અને ઝડપી 33W ચાર્જિંગનો ઉપયોગ Redmi 13 5G જેવા બજેટ ફોનમાં પણ કરવામાં આવ્યો છે.
આ વખતે તો Redmi એ 108MP સેમસંગ HM6 મુખ્ય સેન્સર + 2MP ડેપ્થ કેમેરા પાછળના ભાગમાં અને 13MP સેલ્ફી સેન્સર આગળના ભાગમાં આપેલ છે.
Redmi 13 5G એ 6.79" ફુલ HD+ IPS LCD ડિસ્પ્લેથી સજ્જ છે જે 120Hz રિફ્રેશ રેટ અને 550nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 આધારિત HyperOS UI સ્કિન સાથે આવે છે. જેમાં 2 OS + 4 સુરક્ષા અપડેટ્સ પણ આપવામાં આવશે.
આશ્ચર્યજનક રીતે, આ ફોન ગ્લાસ બેક અને પ્લાસ્ટિક ફ્રેમથી બનેલો છે. તે IP53 રેટિંગ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ ધરાવે છે.
Redmi 13 5G બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 6GB + 128GB: ₹13,999 8GB + 128GB: ₹15,499 12મી જુલાઈના રોજ પ્રથમ સેલમાં તમને ₹1000નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.