સેમસંગ ગેલેક્સી A55 ખૂબ જ સ્થિર પ્રદર્શન આપે છે કારણ કે તે Exynos 1480 પ્રોસેસર સાથે આવે છે. ફોન રોજિંદા કાર્યોને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી શકે છે
ફોન 7,25,000 AnTuTu સ્કોર લઈને આવે છે. ગેમ્સની વાત કરીએ તો તે મધ્યમ સેટિંગ્સ સાથે રમી શકાય છે. BGMI જેવી રમતોમાં આ ફોન માત્ર 40fps સુધીનો જ ગેમપ્લે આપે છે.
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, 6.67" 120Hz સુપર AMOLED ડિસ્પ્લે આપેલી છે જે 1000nits પીક બ્રાઇટનેસ, ફુલ HD+ રિઝોલ્યુશન અને ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન સાથે આવે છે. ડિસ્પ્લે ખૂબ જ વાઇબ્રન્ટ છે અને તમને પ્રીમિયમ ફીલ આપે એટલા પાતળા બેઝલ્સ ધરાવે છે.
Galaxy A55 એ 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી ધરાવે છે. 100% ચાર્જ પર, ફોન મધ્યમ વપરાશ સાથે 1 દિવસનો બેકઅપ અને ભારે વપરાશ સાથે અડધા દિવસનો બેકઅપ આપે છે.
કૅમેરો એક હાઇલાઇટિંગ ફીચર્સ છે જેમાં (50 + 12 + 5) MP રીઅર કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા આપેલ છે. તમે આગળ અને પાછળ બંને બાજુથી 4k 30fps પર વીડિયો શૂટ કરી શકશો. ફોટો કવોલિટી ખુબ જ ઉત્તમ જોવા મળે છે અને નાઈટગ્રાફી મોડ પણ ઘણો બહેતર થઇ ગયો છે
સેમસંગે નવીનતમ Android 14 આધારિત OneUI 6.1 આપેલ છે જેની સાથે 4 OS + 5 સુરક્ષા અપડેટ્સ પણ આપવામાં આવશે. તેથી ફોન ફ્યુચર-પ્રૂફ છે. UI માં ઘણા નવા AI ફીચર્સ પણ છે જે ખૂબ જ ઉપયોગી છે.
બિલ્ડના સંદર્ભમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સેમસંગે ફોનમાં ગ્લાસ બેક અને મેટલ ફ્રેમ્સ આપી છે. આ આખો ફોન ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ શિલ્ડ અને IP67 રેટિંગ દ્વારા સુરક્ષિત છે જે ફોનને ખૂબ જ મજબૂત બનાવે છે.
ફોનમાં એચડીઆર-સપોર્ટેડ ડિસ્પ્લે સાથે ડોલ્બી એટમોસ દ્વારા ટ્યુન કરાયેલ ઇમર્સિવ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે. ડિસ્પ્લે ખૂબ જ સચોટ રંગો આપે છે અને સ્પીકર્સ તમને અદ્ભુત મલ્ટીમીડિયા અનુભવ આપવા જબરજસ્ત અવાજ ઉત્પન્ન કરે છે.
ગેલેક્સી A55 માં કનેકટીવીટીના તમામ વિકલ્પો છે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી, VoNR સપોર્ટ, વાઇફાઇ 6, બ્લ્યુટૂથ 5.3, NFC અને ઈ-સિમ સપોર્ટ પણ છે.
Galaxy A55 બે વેરિઅન્ટ: (8 + 128) એ ₹39,999 માં અને (12 + 256) એ ₹42,999માં લૉન્ચ કરવામાં આવેલ છે. કિંમત થોડી વધારે લાગે છે પરંતુ જો તમે સેમસંગના A સિરીઝના ફોનના ચાહક છો તો તમને આ ફોન ચોક્કસ ગમશે.