Edge 50 Pro ફોનમાં સ્નેપડ્રેગન 7 જેન 3 છે જે તેની કિંમતમાં મળતા બીજા ફોનોની સરખામણીએ એ સારું પર્ફોર્મન્સ લાવે છે. કોઈપણ પ્રકારનાં કાર્યોમાં તમને ક્યારેય કોઈ લેગ અથવા જિટર જોવા મળશે નહિ.
મોટોરોલા એજ 50 પ્રો લગભગ 8,50,000 AnTuTu સ્કોર લાવે છે. જે સારો કહી શકાય કેમ કે તે તમને BGMI જેવી ભારે ગેમો 60fps પર અને ગેન્સિન ઇમ્પેક્ટ ગેમ 40-45fps પર કોઈપણ તકલીફ વિના ચલાવી શકે છે.
આ ફોનનું સૌથી શ્રેષ્ઠ ફીચર છે, આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ અને 2000nits પીક બ્રાઇટનેસ સાથેની 6.78" 1.5K pOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેને પેન્ટોન દ્વારા સાચા રંગ વાળી ડિસ્પ્લે તરીકે અપ્રૂવ કરેલ છે. તે જે વિઝ્યુઅલ બતાવે છે તે ખૂબ જ સચોટ અને ફ્લેગશિપ ફોન જેવા છે.
ફોનમાં માત્ર 4500mAh બેટરી છે પરંતુ આશ્ચર્યજનક રીતે તે 125W બ્લેઝિંગ ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સાથે સાથે 50W ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ખરેખર જોરદાર કહેવાય કારણ કે આજકાલ પ્રીમિયમ ફોનમાં પણ આપણને વાયરલેસ ચાર્જિંગ સાથે આટલું ઝડપી ચાર્જિંગ નથી મળતું.
તેમાં 50MP સેલ્ફી સાથે 50MP મુખ્ય + 13MP અલ્ટ્રાવાઇડ + 10MP 3X ટેલિફોટો લેન્સ છે. બધા કેમેરા પેન્ટોન દ્વારા ટ્રુ કલર કેમેરા તરીકે અપ્રૂવ કરેલા છે. તે સચોટ રંગો કેપ્ચર કરે છે, ખાસ કરીને સ્કિન ટોન ખુબ જ સરસ કેપ્ચર કરે છે. ખરેખર આ એક શ્રેષ્ઠ મોટોરોલા કેમેરા ફોન છે.
આ વખતે મોટોરોલાએ નવું હેલો UI આપ્યું છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે. આ નવા UI માં ઘણો સુધારો કરવામાં આવ્યો છે, તેમાં કેટલાક આકર્ષક AI ફીચર્સ છે અને તેમાં કોઈ જાહેરાતો કે બ્લોટવેર બિલકુલ નથી. તદુપરાંત, બ્રાન્ડે 3 OS + 4 સુરક્ષા અપડેટ્સ આપવાની ખાતરી પણ કરી છે
Edge 50 Pro ઉચ્ચ ગુણવત્તાની લેધર/પ્લાસ્ટિક બેક અને મેટલ ફ્રેમથી બનેલો છે. તે IP68 રેટિંગ પણ ધરાવે છે. મૂનલાઇટ પર્લ રંગમાં, તમને હાથથી બનાવેલી સુંદર પેટર્ન મળશે. ફોનનો દેખાવ અને ફીલ ખૂબ જ પ્રીમિયમ છે, તમારે ઑફલાઇન સ્ટોર્સમાં જઈને એક વાર આ ફોનને હાથમાં જરૂરથી પકડવો જોઈએ.
મલ્ટીમીડિયા વિશે વાત કરીએ તો ફોન ફૂલપ્રૂફ છે. તેમાં ખૂબસૂરત ડિસ્પ્લે છે જેમાં HDR 10+ સપોર્ટ છે અને ઇમર્સિવ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે ડોલ્બી એટમોસ દ્વારા સપોર્ટેડ છે. આ બંને વસ્તુ તમારા મલ્ટીમીડિયા અનુભવને જબરજસ્ત બનાવી દે છે.
કનેક્ટિવિટીમાં પણ મોટોરોલાએ કચાશ છોડી નથી. Moto Edge 50 Pro માં તેને 15 5G બેન્ડ સપોર્ટ, ડ્યુઅલ 4G VoLTE, વાઇફાઇ 6E, બ્લૂટૂથ 5.4 અને NFC પણ આપેલ છે. તેથી આ વિભાગમાં કોઈ સમસ્યા નહીં થાય.
Moto Edge 50 Pro માં 2 વેરિયન્ટ્સ છે, 8GB + 256GB એ ₹29,999માં અને 12GB + 256GB એ ₹33,999માં. પ્રથમ સેલ પર ₹2,000નું ડિસ્કાઉન્ટ પણ છે. આ કિંમત માટે આ ફોન જેટલો હોવો જોઈએ તેનાથી ખાસો વધારે ફિચર્સથી ભરેલો છે. હું કહીશ કે આ લગભગ એક ફ્લેગશિપ ફોન જ છે.