માત્ર 8 હજારમાં Infinix Smart 8 Plus થયો લોન્ચ: એક વાર ચાર્જ પર ચાલશે ૨ દિવસ સુધી

Share:

આ રહ્યો Infinix નો પાવરહાઉસ સ્માર્ટફોન. જાણો શું છે Infinix Smart 8 Plus ની કિંમત અને Infinix Smart 8 Plus ના ફીચર્સ.

Infinix Smart 8 Plus

Infinix એ તાજેતરમાં ભારતમાં સ્માર્ટ સિરીઝના એક નવા સ્માર્ટફોન Infinix Smart 8 Plus ને લોન્ચ કર્યો છે. આ નવો ફોન એ ગયા વર્ષે લોન્ચ થયેલા સ્માર્ટ 8 નું અપગ્રેડેડ વર્ઝન છે જે મોટી 6,000mAh બેટરી અને 18W ઝડપી ચાર્જિંગ જેવા ધમાકેદાર ફીચર્સ સાથે લઈને આવે છે. તો ચાલો Infinix Smart 8 Plus ની કિંમત, ઑફર્સ અને સંપૂર્ણ ફીચર્સ સહિતની વિગતો જાણીએ.

Infinix Smart 8 Plus ની ભારતમાં કિંમત અને ઑફર્સ

ઈન્ફિનિક્સ સ્માર્ટ 8 પ્લસ 4GB RAM અને 128GB સ્ટોરેજ વાળા એક જ વિકલ્પમાં આવે છે જેની કિંમત ₹7,799 છે. આટલી ઓછી કિંમત હોવા છતાં પણ ઈન્ફિનિકસે એક આકર્ષક લોન્ચ ઓફર આપી છે જેમાં SBI, HDFC, અને ICICI બેંકના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ્સના ઉપયોગ કરીને કરવામાં આવેલા પેમેન્ટ પર ₹800 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે તે ઉપરાંત ₹1,000 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળશે.

Infinix Smart 8 Plus Official Look

અત્યારે તો કંપનીએ ફોન માત્ર લોન્ચ કર્યો છે પણ તે 9 માર્ચથી શરૂ કરીને, Infinix Smart 8 Plus ફક્ત Flipkart પર ખરીદી માટે ઉપલબ્ધ થશે જે ત્રણ આકર્ષક કલર વેરિઅન્ટ ગેલેક્સી વ્હાઇટ, શાઇની ગોલ્ડ અને ટિમ્બર બ્લેકમાં આવશે.

Infinix Smart 8 Plus ના ફીચર્સ

Infinix Smart 8 Plus Specifications

  • ડિસ્પ્લે: ફોન HD+ રિઝોલ્યુશન (1612 × 720 પિક્સેલ) સાથેની 6.6-ઇંચ IPS LCD ડિસ્પ્લે ધરાવે છે, જે 90Hz રિફ્રેશ રેટ અને 180Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે સ્મૂથ વિઝ્યુઅલ્સ પૂરા પાડે છે. તદુપરાંત, ફોન DTS દ્વારા ટ્યુન કરવામાં આવેલા સ્પીકર્સ સાથે આવે છે જે સારા મલ્ટીમીડિયા અનુભવ માટે ખૂબ જ સરસ અવાજ ઉત્પન્ન કરે છે.
  • પ્રોસેસર: Infinix Smart 8 Plus એ IMG PowerVRkaravama GE8320 GPU સાથેના મીડિયાટેક હીલિયો જી36 ચિપસેટથી સજ્જ છે જે રોજિંદા કાર્યો અને સામાન્ય ગેમિંગ કરવા માટે કાર્યક્ષમ છે.
  • મેમરી અને સ્ટોરેજ: આ ફોન 4GB ની RAM તથા 4GB વર્ચ્યુઅલ રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. વધુમાં, જરૂરિયાત મુજબ સ્ટોરેજ ક્ષમતાને વધારવા માટે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપેલ છે.
  • કૅમેરા: Smart 8 Plus એ 50MP મુખ્ય કેમેરા, AI કેમેરા, અને ક્વાડ-LED ફ્લેશ સાથે આવે છે, જે વિવિધ લાઇટિંગ પરિસ્થિતિઓમાં વાઇબ્રન્ટ ફોટાઓ કેપ્ચર કરે છે. આગળના ભાગમાં, સેલ્ફી માટે LED ફ્લેશ સાથે 8MP સેલ્ફી કેમેરા પણ છે.
  • બેટરી અને ચાર્જિંગ: લાંબા સમય સુધી ચાલે તેવી મોટી 6,000mAh બેટરી સ્માર્ટ 8 પ્લસ માં આપવામાં આવી છે જે USB Type-C પોર્ટ દ્વારા 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • સુરક્ષા અને કનેક્ટિવિટી: ફોનમાં સુરક્ષા માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક છે. કનેક્ટિવિટીના સંદર્ભમાં, તે ડ્યુઅલ-સિમ સપોર્ટ, 4G, વાઇફાઇ 5, બ્લૂટૂથ 5.0 અને GPS ઓફર કરે છે.
  • સૉફ્ટવેર: સ્માર્ટ 8 પ્લસ એ એન્ડ્રોઇડ 13 ગો એડિશન પર આધારિત XOS 13 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

ટૂંકમાં Infinix Smart 8 Plus એ લાંબા સમય સુધી ચાલતી બેટરી અને સારા એવા પર્ફોર્મન્સ મેળવવા માંગતા ગ્રાહકો માટે એક સારો એવો બજેટ ફોન કહી શકાય.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં 😱 HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯 Moto G04 🌈 તડકતો ભડકતો બજેટ ફોન માત્ર ₹6,999 માં Realme 12 Pro+ 5G ના ખરીદવાના 5 મુખ્ય કારણો 😡 Samsung Galaxy S24 Ultra ⚡ સ્માર્ટફોન દુનિયાનો રાજા 👑👑 Motorola Moto G34 5G ⚡ 10 હજાર હેઠળનો સૌથી ઝડપી ફોન Tecno Spark 20 ⚡ 32MP સેલ્ફી 🤳 વાળો ફોન માત્ર 10 હજારમાં OnePlus 12R ભારતીય યુનિટ ⚡ જાણો કિંમત, ફીચર્સ અને ફર્સ્ટ લૂક 👀 iQOO Neo 9 Pro ⚡ એક ધમાકેદાર ગેમ ચેન્જર ફોન 🤯🤯 OnePlus 12 ભારતીય વેરિઅન્ટ ⚡ ફીચર્સ, સ્પેક્સ અને કિંમત જાણો
Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં 😱 HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯 Moto G04 🌈 તડકતો ભડકતો બજેટ ફોન માત્ર ₹6,999 માં Realme 12 Pro+ 5G ના ખરીદવાના 5 મુખ્ય કારણો 😡 Samsung Galaxy S24 Ultra ⚡ સ્માર્ટફોન દુનિયાનો રાજા 👑👑 Motorola Moto G34 5G ⚡ 10 હજાર હેઠળનો સૌથી ઝડપી ફોન Tecno Spark 20 ⚡ 32MP સેલ્ફી 🤳 વાળો ફોન માત્ર 10 હજારમાં OnePlus 12R ભારતીય યુનિટ ⚡ જાણો કિંમત, ફીચર્સ અને ફર્સ્ટ લૂક 👀 iQOO Neo 9 Pro ⚡ એક ધમાકેદાર ગેમ ચેન્જર ફોન 🤯🤯 OnePlus 12 ભારતીય વેરિઅન્ટ ⚡ ફીચર્સ, સ્પેક્સ અને કિંમત જાણો