Honor એ આ મહિનામાં ભારતમાં તેનું Honor Pad X9 લોન્ચ કર્યું હતું જે આજે એમેઝોન પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થયું છે. તો ચાલો એની કિંમત અને ફીચર્સ જાણીએ.
Honor એ આ મહિની શરુઆતમાં જ ભારતમાં તેનું Honor Pad X9 ટેબલેટ લોન્ચ કરી દીધું છે જે તેના જૂના Honor Pad X8નું અપગ્રેડ કરેલ વર્ઝન છે. તેથી ચાલો આપણે જોઈએ કે આ ટેબલેટ પોતાની સાથે કયા નવા અપગ્રેડ લઈને આવી રહ્યું છે.
પહેલાં લોન્ચ સમયે આ ટેબલેટ ખરીદવા માટે ઉપલબ્ધ નહોતું પરંતુ આજે આ ટેબલેટ ભારતમાં એમેઝોન પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થયું છે. આ ટેબલેટ પર કેટલીક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ છે તો ચાલો જોઈએ કે તમને આ ઉપકરણ કેટલી કિંમતમાં મળશે.
Honor Pad X9 ની ભારતમાં કિંમત
Honor Pad X9 માત્ર એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જે 4GB RAM + 128GB સ્ટોરેજ છે. આ વેરિઅન્ટ માટે, વાસ્તવિક MRP ₹25,999 છે પરંતુ આ પેડ પ્રી-ઓર્ડર ડીલનો ભાગ હોવાથી તેની કિંમત માત્ર ₹14,499 થશે. વધુમાં, આ ટેબલેટ સાથે, તમને ફ્રીમાં ફ્લિપ કવર પણ મળશે.
પ્રી-ઓર્ડર સિવાય જો આપણે સેલ વિશે વાત કરીએ તો આ Honor Pad X9 એમેઝોન પર 2 ઓગસ્ટે ખરીદવા માટે ઉપલબ્ધ હશે. તો ચાલો હવે જોઈએ કે આ કિંમતમાં તે કયા ફીચર્સ લઈને આવે છે.
Honor Pad X9ના ફીચર્સ
આ Honor Pad X9માં Qualcomm Snapdragon 685 પ્રોસેસર છે જે 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે જોડાયેલ છે તથા 3GB વર્ચ્યુઅલ રેમ ફીચર સાથે પણ આવે છે. આગળના ભાગમાં, એક મોટી 11.5-ઇંચ 2K ડિસ્પ્લે છે જેમાં 120Hz રિફ્રેશ રેટ, 400nits ઉચ્ચ બ્રાઇટનેસ અને 100% SRGB સ્ક્રીન ટેક્નોલોજી છે. વધુમાં, આ પેડ 6 સરાઉન્ડ સ્પીકર્સ સાથે આવે છે જે ઉત્તમ છે અને તમારા મલ્ટીમીડિયા અનુભવને ખુબ સરસ બનાવશે.
આગળ અને પાછળની બાજુએ એક 5MP કેમેરા છે જે વિડિઓ કૉલ્સ અને ઑનલાઇન મીટિંગ્સ માટે યોગ્ય છે. આ પેડ એન્ડ્રોઇડ 13-આધારિત Honor ની પોતાની UI સ્કિન Magic UI 7.1 પર ચાલે છે જેમાં ટેબ્લેટ સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાને બહેતર બનાવતી ઘણી સુવિધાઓ છે.
આ ઉપકરણને ચલાવવા માટે એક વિશાળ 7250mAhની ક્ષમતા ધારવતી બેટરી આપવામાં આવી છે જેને લઈને કંપનીનો દાવો છે કે તેનાથી 13 કલાક સુધી ઑફલાઇન વિડિઓ જોઈ શકાય છે. તે સિવાય આ પેડમાં માત્ર વાઇફાઇ 5 અને બ્લૂટૂથ 5.1 કનેક્ટિવિટી વિકલ્પ તરીકે આપેલ છે, સિમ કાર્ડ લગાવવાનો ઓપ્શન આપેલ નથી.
તો આ પ્રકારનું છે Honor Pad X9 ટેબલેટ. જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.