Honor 90 ભારતીય પ્રમાણપત્ર વેબસાઇટ પર સૂચિબદ્ધ થયો, ટૂંક સમયમાં થશે લોન્ચ

Honor ભારતમાં વાપસી કર્યા પછી તેનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. આખરે Honor 90 સ્માર્ટફોન BIS સિર્ટીફીકેશન પર લિસ્ટ થયો.

Honor 90 5G

Honor તેની વાપસી પછી ભારતમાં તેનું પ્રથમ ઉપકરણ લોન્ચ કરવા માટે લગભગ તૈયાર છે. Honor 90 એ પ્રીમિયમ દેખાતો મિડ-રેન્જ કેટેગરીનો સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે જે ઘણા આકર્ષક ફીચર્સ સાથે આવશે. આ ફોન ચીનના માર્કેટમાં લૉન્ચ થઈ ચૂક્યો છે અને હવે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.

ભારતમાં આ ફોનનું લોન્ચ ખૂબ જ નજીક લાગે છે કારણ કે Honor 90 ફોન એ BIS એક ભારતીય પ્રમાણપત્ર વેબસાઇટ પર નોંધાયેલ છે. અહીં અમારી પાસે તે પ્રમાણપત્ર તેમજ ફોનના સંપૂર્ણ ફીચર્સ છે તેથી ચાલો તેને તપાસીએ.

Honor 90નું BIS પ્રમાણપત્ર

ટિપસ્ટર મુકુલ શર્માના ટ્વિટ મુજબ ઓનર 90 ફોન REA-NX9 મોડલ નંબર સાથે સૂચિબદ્ધ છે. આ સર્ટિફિકેટમાં ફોનના નામનો ઉલ્લેખ નથી તેની કંપનીનું નામ “ઓનર” આપેલ છે. સ્પેક્સ-સંબંધિત વિગતો આ પ્રમાણપત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ મેં કહ્યું તેમ આ ફોન પહેલેથી જ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે તો તેના પરથી આપણે આ ફોનના સ્પેક્સ મેળવી શકીએ છીએ જે નીચે મુજબ છે.

Honor 90ના ફીચર્સ (અપેક્ષિત)

ફોન તેના સેગમેન્ટની પહેલી 6.67 ઇંચની ફુલ HD+ 120હર્ટ્ઝ AMOLED ડિસ્પ્લે આપેલ છે જે ક્વાડ કર્વ્ડ સાથે આવશે. આ વિશ્વનો પહેલો ફોન છે જેની ડિસ્પ્લે ટીયુવી રાઈનલેન્ડ ફ્લિકર ફ્રી પ્રમાણપત્ર સાથે આવે છે. ફોન શક્તિશાળી ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 એક્સિલરેટેડ એડિશન વાળા ચિપસેટ, 8/12GB RAM અને 128/256GB સ્ટોરેજ સાથે જોવા મળશે.

આ ફોનની મુખ્ય વિશેષતાઓમાંની એક કેમેરા છે. આ HONOR 90 5G પાછળની બાજુએ 200MP + 12MP + 2MP ના ત્રણ કૅમેરા અને આગળની બાજુએ 50MP ના એક સેલ્ફી કૅમેરા સાથે જે અદ્ભુત ફોટા, સેલ્ફી અને વીડિયો કૅપ્ચર કરવા માટે સક્ષમ છે.

આ HONOR 90 ફોન 66W ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી, મોનો સ્પીકર્સ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, 5G નેટવર્ક સપોર્ટ, વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને એન્ડ્રોઇડ 13 સાથે આવશે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ
HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ