ભારતની કંપની LAVA ફરી એકવાર ધૂમ મચાવવા છે તૈયાર: LAVA Blaze Curve 5G ફોનના ફીચર્સ થયા લીક

Share:

Lava Blaze Curve 5G કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 7050 SoC અને ટ્રિપલ રીઅર કેમેરા સાથે ઘણી સર્ટિફિકેશન વેબસાઇટો પર થયો લિસ્ટ.

LAVA Blaze Curve 5G

ભારતીય સ્માર્ટફોન કંપની લાવાએ માર્કેટમાં ગયા વર્ષથી લઈને ઘણા બધા ધમાકેદાર ફોનો લોન્ચ કર્યા છે અને હવે તે વધુ એક જોરદાર ફોન Lava Blaze Curve 5G લોન્ચ કરવા જઇ રહી છે. આ ફોન તાજેતરમાં Google Play Console, Geekbench અને BIS સર્ટિફિકેશન સહિત વિવિધ પ્લેટફોર્મ્સ પર તેના ફીચર્સને બહાર પાડતા લિસ્ટ થયો છે. તો ચાલો આપણે તે લીક થયેલા ફીચર્સ પર એક નજર કરીએ.

LAVA Blaze Curve 5G ની Google Play Console, BIS અને Geekbench લિસ્ટિંગ

Lava Blaze Curve 5G BIS Listing

તાજેતરમાં જ લાવા બ્લેઝ કર્વ 5G સ્માર્ટફોનને Google Play Console અને Geekbench ડેટાબેઝમાં મોડલ નંબર LXX505 હેઠળ જોવામાં આવ્યો છે. વધુમાં, આ જ મોડલ નંબર સાથે તેને ભારતીય પ્રમાણપત્ર વેબસાઈટ BIS પર પણ જોવા મળ્યો છે.

Lava Blaze Curve 5G Google Play Console Render

Google Play Console લિસ્ટિંગ પર ફોનના ફ્રન્ટ પેનલની ડિઝાઇન પણ જોવા મળી છે. તે લીક થયેલી રેન્ડર ઇમેજ પ્રમાણે બ્લેઝ કર્વ એ સેલ્ફી કેમેરા ધરાવતા પંચ-હોલ કટઆઉટ વાળી કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે જોવા મળે છે. ગૂગલ પ્લે કોન્સોલના ડેટાબેઝ મુજબ, ફોનમાં MT6877 કોડનેમ ધરાવતું મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવશે.

Lava Blaze Curve 5G Google Play Console Listing

આ મીડિયાટેક ઓક્ટા-કોર ચિપસેટ 8GB ની રેમ સાથે આવશે અને એન્ડ્રોઇડ 13 પર ચાલશે. ડિસ્પ્લે ફીચર્સની વાત કરીએ તો તે 2400×1080 પિક્સેલના રિઝોલ્યુશન અને 480 PPI ની સ્ક્રીન ડેન્સિટી સાથે આવશે છે, જે એકદમ શાર્પ વિઝ્યુઅલ્સ પૂરા પાડશે.

Lava Blaze Curve 5G Geekbench Report

હવે જો Geekbench સર્ટિફિકેશનની વાત કરીએ તો તે પણ લાવા બ્લેઝ કર્વમાં મીડિયાટેક MT6877 પ્રોસેસર હોવાનું સૂચિત કરે છે. આ ફોને પ્રભાવશાળી રીતે ગીકબેન્ચ ના સિંગલ-કોર ટેસ્ટમાં 1,102 પોઈન્ટ્સ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 2,654 પોઈન્ટ્સ મેળવ્યા છે, જે સારા એવા પર્ફોર્મન્સની ખાતરી આપે છે. તે સિવાય આ પ્રમાણપત્રો કોઈપણ અન્ય સ્પેક્સને બહાર પાડતા નથી પરંતુ અમારી પાસે અગાઉ જાહેર થયેલા કેટલાક ફીચર્સ છે, તો ચાલો તેના પર એક નજર કરીએ.

LAVA Blaze Curve 5G ના ફીચર્સ

Lava એ જાહેરાત કરી દીધેલી છે કે Blaze Curve 5G ભારતમાં 5મી માર્ચે લોન્ચ થશે. એમેઝોને પણ આ ફોનની માઇક્રોસાઇટ લાઈવ કરી દીધી છે જે આ ફોનની ઑનલાઇન ઉપલબ્ધતા અને ફીચર્સ વિશે વધુ માહિતી પુરી પાડે છે.

અગાઉ લીક થયેલા રિપોર્ટ મુજબ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 7050 SoC ધરાવશે જે 8GB LPDDR5 RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ સાથે આવશે. વધુમાં, લાવા આ ફોનમાં વર્ચ્યુઅલ રેમ અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ નો સપોર્ટ પણ પૂરો પાડશે જે RAM અને સ્ટોરેજ ને વધારવામાં મદદરૂપ થશે.

બ્રાન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ટીઝર્સ એ ઘણા ફીચર્સ જાહેર કર્યા છે, જેમાં ડોલ્બી એટમોસ સપોર્ટ વાળા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, વળાંકવાળી AMOLED ડિસ્પ્લે અને 64MP પ્રાઈમરી સોની સેન્સર વાળા અત્યાધુનિક ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે.

કિંમતની વાત કરીએ તો, બહાર આવેલા રિપોર્ટો મુજબ ₹16,000 અને ₹19,000 વચ્ચેની રેન્જમાં આ ફોન લોન્ચ થાય તેવી શક્યતા છે, જે તેને દેશમાં સ્માર્ટફોનના શોખીનો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં 😱 HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯 Moto G04 🌈 તડકતો ભડકતો બજેટ ફોન માત્ર ₹6,999 માં Realme 12 Pro+ 5G ના ખરીદવાના 5 મુખ્ય કારણો 😡 Samsung Galaxy S24 Ultra ⚡ સ્માર્ટફોન દુનિયાનો રાજા 👑👑 Motorola Moto G34 5G ⚡ 10 હજાર હેઠળનો સૌથી ઝડપી ફોન Tecno Spark 20 ⚡ 32MP સેલ્ફી 🤳 વાળો ફોન માત્ર 10 હજારમાં OnePlus 12R ભારતીય યુનિટ ⚡ જાણો કિંમત, ફીચર્સ અને ફર્સ્ટ લૂક 👀 iQOO Neo 9 Pro ⚡ એક ધમાકેદાર ગેમ ચેન્જર ફોન 🤯🤯 OnePlus 12 ભારતીય વેરિઅન્ટ ⚡ ફીચર્સ, સ્પેક્સ અને કિંમત જાણો
Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં 😱 HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯 Moto G04 🌈 તડકતો ભડકતો બજેટ ફોન માત્ર ₹6,999 માં Realme 12 Pro+ 5G ના ખરીદવાના 5 મુખ્ય કારણો 😡 Samsung Galaxy S24 Ultra ⚡ સ્માર્ટફોન દુનિયાનો રાજા 👑👑 Motorola Moto G34 5G ⚡ 10 હજાર હેઠળનો સૌથી ઝડપી ફોન Tecno Spark 20 ⚡ 32MP સેલ્ફી 🤳 વાળો ફોન માત્ર 10 હજારમાં OnePlus 12R ભારતીય યુનિટ ⚡ જાણો કિંમત, ફીચર્સ અને ફર્સ્ટ લૂક 👀 iQOO Neo 9 Pro ⚡ એક ધમાકેદાર ગેમ ચેન્જર ફોન 🤯🤯 OnePlus 12 ભારતીય વેરિઅન્ટ ⚡ ફીચર્સ, સ્પેક્સ અને કિંમત જાણો