Samsung Galaxy F15 5G બજેટ ફોન 90Hz sAMOLED ડિસ્પ્લે, 6,000mAh બેટરી અને ડાયમેન્સિટી 6100+ ચિપસેટ સાથે થયો ભારતમાં લોન્ચ. જાણો તેના ફીચર્સ અને કિંમત.
આજે, સેમસંગે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં તેના નવા ફોન Galaxy F15 5G ને લોન્ચ કર્યો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે જેની કિંમત ₹15,000 ની અંદર રાખવામાં આવેલી છે. આ બજેટ-ફ્રેંડલી ફોન ખૂબ જ ધમાકેદાર ફીચર્સથી ભરેલ છે. તો ચાલો તેના પર એક નજર કરીએ.
સેમસંગ ગેલેક્સી F15 5G ની કિંમત
ફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ 4GB RAM + 128GB સ્ટોરેજ સાથે ₹15,999માં આવે છે અને વધુ પાવર મેળવવા માંગતા લોકો માટે, 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,999 છે, પરંતુ લૉન્ચ ઓફર તરીકે સેમસંગે આ ફોનની કિંમત 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹12,999 અને 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹14,499 રાખેલ છે.
Samsung Galaxy F15 5G બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે: જાઝી ગ્રીન અને ગ્રુવી વાયોલેટ. ગ્રાહકો આજે સાંજે 7 વાગ્યાથી એમેઝોન પર શરૂ થતા એક્સક્લુઝિવ સેલમાં ગેલેક્સી F15 5G ને ખરીદી શકે છે. ઉપરાંત, HDFC બેંકના ગ્રાહકો વધારાના ₹1,000 નું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
સેમસંગ ગેલેક્સી F15 5G ના ફીચર્સ
- ડિસ્પ્લે: Galaxy F15 ફોનને સેમસંગની અદભૂત 6.5-ઇંચ FHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે સજ્જ કરવામાં આવ્યો છે, જે સ્મૂથ 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
- પર્ફોર્મન્સ: ફોન 4/6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે એક શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર સાથે આવે છે, જે તમારા રોજબરોજના તમામ કાર્યોને ઝડપથી પાર પાડશે. વધુમાં, જો તમને આપવામાં આવેલ સ્ટોરેજ કરતા વધુ સ્ટોરેજની જરૂર હોય તો તમે તેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકો છો.
- કેમેરા: ગેલેક્સી F15 5G ટ્રિપલ-કેમેરા સેટઅપથી સજ્જ છે જેમાં 50MP પ્રાથમિક સેન્સર, 5MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 2MP મેક્રો સેન્સર છે. સેલ્ફીના શોખીનો માટે 13MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા આપેલ છે.
- બેટરી અને ચાર્જિંગ: ફોનમાં 25W ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 6,000mAh બેટરી આપવામાં આવેલી છે જેને લઈને સેમસંગે વચન આપેલ છે કે ફોન એક જ ચાર્જ પર ફોન બે દિવસ સુધી ચાલશે.
- સૉફ્ટવેર: સૉફ્ટવેરની દ્રષ્ટિએ, સેમસંગે કામ કર્યું છે. તેઓએ આ બજેટ ફોનમાં 4 વર્ષના એન્ડ્રોઇડ અપડેટ્સ અને 5 વર્ષના સુરક્ષા અપડેટ્સનું વચન આપ્યું છે. જેને લીધે ફોન ઘણા વર્ષો સુધી નવા સોફ્ટવેર ફીચર્સથી અપ ટુ ડેટ રહેશે.
- વધારાના ફીચર્સ: આ સ્માર્ટફોન USB Type-C પોર્ટ, 3.5mm હેડફોન જેક, કૉલ્સ દરમ્યાન આજુબાજુનો ઘોંઘાટ ઓછો કરવાની સુવિધા, અને 5G કનેક્ટિવિટી પણ પ્રદાન કરે છે.
એકંદરે જો તમે ભારતમાં 15 હજારની અંદર એક સારો સંતુલિત સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Galaxy F15 5G તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.