ટેકનો પોવા 6 પ્રો થયો લોન્ચ – 6.78″ 120Hz ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6080 પ્રોસેસર, 108MP કેમેરા અને 6,000mAh બેટરી સાથેનો મિડ-રેન્જ માર્વેલ ફોન.

Tecno POVA 6 Pro ને આખરે ધમાકેદાર આધુનિક ફીચર્સ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં MWC 2024 માં શરૂઆતમાં જાહેર કરાયેલ, આ મિડ-રેન્જ સ્માર્ટફોનમાં દમદાર મીડિયાટેક ડાયમેન્સિટી 6080 પ્રોસેસર, 6,000mAh ની મોટી બેટરી અને 70W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ સહીત ખુબ બધા સ્પેક્સ પેક કરવામાં આવેલા છે. તો ચાલો આ ફોન કયા કયા ફીચર્સ લઈને આવે છે અને સૌથી મહત્વની વાત એ કે કેટલી કિંમતમાં લઈને આવે છે તે જાણીએ.
ટેકનો પોવા 6 પ્રોની કિંમત અને ઓફર
ટેકનો એ આ ફોનને બે વેરિઅન્ટમાં લૉન્ચ કરેલ છે. ટેકનો પોવા 6 પ્રો નું બેઝ મોડલ 8GB RAM અને 256GB સ્ટોરેજ એ ₹19,999 કિંમતમાં, જયારે આ ફોનનું ટોપ વેરિઅન્ટ 12GB RAM અને 256GB સ્ટોરેજ એ ₹21,999 કિંમતમાં લોન્ચ કરેલ છે. પરંતુ આ ફોન તેના પહેલા સેલમાં આકર્ષક ઓફર સાથે આવશે જેમાં તમને વધુ ₹2000 નું બેંક ડિસ્કાઉન્ટ મળશે તેમજ ટેકનોનું ₹4999 નું બ્લ્યુટૂથ સ્પીકર તદ્દન ફ્રીમાં માં મળશે.

ફોન બે સ્ટાઇલિશ રંગોમાં આવે છે: કોમેટ ગ્રીન અને મેટિયોરાઇટ ગ્રે. જો તમે આ ફોનને ખરીદવા માંગતા હોવ તો ટેકનો પોવા 6 પ્રો એ 4 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે ફક્ત એમેઝોન ઇન્ડિયા પર ખરીદવા માટે ઉપલબ્ધ થશે.
ટેકનો પોવા 6 પ્રોના ફીચર્સ
ડિસ્પ્લે

ટેકનો પોવા 6 પ્રો એ મોટી 6.78-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જે બટરી-સ્મૂથ 120Hz રિફ્રેશ રેટ, 2160Hz હાઇ-ફ્રિકવન્સી PWM ડિમિંગ અને TUV રેઇનલેન્ડ લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન ધરાવે છે. આવા ફીચર્સ સાથે આ ડિસ્પ્લે પર યુસર્સ કોઈ પણ તકલીફ વિના ગેમિંગ અને વિડિઓ સ્ટ્રીમિંગ વખતે ખુબ જ સ્મૂથ વિઝ્યુઅલ્સનો આનંદ માણી શકશે.
પર્ફોર્મન્સ

ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6080 પ્રોસેસર સાથે આવે છે જે Mali-G57 GPU સાથે જોડાયેલું છે, જે હેવી મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ કરવામાં સક્ષમ છે. 8/12GBની RAM અને 256GB સ્ટોરેજના વિકલ્પો આ ફોન માં જોવા મળે છે. વધારે સ્ટોરેજ મેળવવા માટે તમે 1TB સુધીના માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકો છો, અને વધુ રેમ મેળવવા માટે 12GB ની વર્ચ્યુઅલ રેમના ફીચરનો ઉપયોગ કરી શકો છો.
કેમેરા અને OS

ફોટોગ્રાફીના વિભાગમાં, Tecno POVA 6 Pro તેના પ્રભાવશાળી કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં મજબૂત 108MP પ્રાથમિક કેમેરા, 2MP સેકન્ડરી સેન્સર, AI લેન્સ, અને એક LED ફ્લેશ જોવા મળે છે. આગળના ભાગમાં, એક 32MP સેલ્ફી કૅમેરો આપેલ છે જે પણ LED ફ્લેશ ધરાવે છે. ટેકનો એ આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 14-આધારિત HiOS 14 યુઝર ઇન્ટરફેસ આપેલ છે જેમાં તમને ઘણા બધા આધુનિક ફીચર્સ જોવા મળે છે.
બેટરી અને ચાર્જિંગ

Tecno POVA 6 Pro માં ભારે 6,000mAh બેટરી પેક કરેલ છે જે 70W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ટેકનો કહે છે કે આ ફોન એ 0-50% માત્ર 19 મીનીટમાં અને 100% માત્ર 50 મીનીટમાં જ ચાર્જ થઇ જાય છે. તે ઉપરાંત ટેકનોએ આ ફોનમાં બાયપાસ ચાર્જિંગ અને વોટરપ્રૂફ ચાર્જિંગ જેવા મોડ પણ આપ્યા છે.
સારમાં, Tecno POVA 6 Pro મિડ-રેન્જ સ્માર્ટફોન માર્કેટમાં એક મજબૂત દાવેદાર તરીકેગણી શકાય જે જોરદાર પરફોર્મન્સ, સુપરફાસ્ટ ચાર્જિંગ, અદભુત મલ્ટિમિડીયા, અને સારા એવા કેમેરા સાથે એક વેલ્યુ ફોર મની સ્માર્ટફોન બની જાય છે
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.