ધમાકેદાર ફોન Vivo V30 અને Vivo V30 Pro ની ભારતીય કિંમતો અને ફીચર્સ લોન્ચ પહેલા જ થયા લીક

Share:

ટીપસ્ટર @yabhishekhd દ્વારા Vivo V30 અને Vivo V30 Pro ની ભારતમાં કિંમતો લીક થઈ છે. જાણો V29 સીરિઝની સરખામણીએ કેવી રહેશે કિંમત અને ફીચર્સ.

Vivo V30 Series

વિવોએ તેના નવા સ્માર્ટફોનો Vivo V30 અને V30 Pro ને વૈશ્વિક બજારોમાં પહેલેથી જ લોન્ચ કરી દીધેલા છે. હવે, કંપની 7મી માર્ચ, 2024ના રોજ ભારતમાં આ સ્માર્ટફોનોને લોન્ચ કરવા માટેની તૈયારી કરી રહી છે. પરંતુ તેના લોન્ચિંગ પહેલાં જ ટિપસ્ટર @yabhishekhd એ આ સ્માર્ટફોન્સની કિંમતો પર લીક જાહેર કરી છે.

Vivo V30 અને Vivo V30 Pro ની કિંમત

ટીપસ્ટર અભિષેક યાદવે ભારત માટે Vivo V30 સિરીઝની કિંમતની વિગતો શેર કરી છે. લીક થયેલી માહિતી અનુસાર, Vivo V30 Pro (8GB/256GB) ની કિંમત MOP ₹41,999 હશે, જ્યારે Vivo V30 ની કિંમત MOP ₹33,999 હશે.

Vivo V30 Series Pricing Leak

જો આપણે આ કિંમતોને અગાઉના V29 સિરીઝના સ્માર્ટફોનો સાથે સરખાવીએ તો કિંમતમાં વધારો માત્ર ₹1,000 થી ₹2,000 જેટલો ઓછો જ છે. અહીં તમે કિંમતોની તુલના જોઈ શકો છો:

Vivo V29 5GVivo V30 5GPrice Hike
₹32,999₹33,999₹1,000
Vivo V29 Pro 5GVivo V30 Pro 5GPrice Hike
₹39,999₹41,999₹2,000

Vivo V30 અને Vivo V30 Pro ના ફીચર્સ

Vivo V30 માં FHD+ રિઝોલ્યુશન, HDR10+ સપોર્ટ, અને 120Hz રિફ્રેશ રેટ વાળી 6.78-ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હશે. તે સ્નેપડ્રેગન 7 જેન 3 SoC દ્વારા સંચાલિત થશે અને 12GB રેમ તથા 512GB સ્ટોરેજ સાથે લઈને આવશે. તે Android 14 પર આધારિત FuntouchOS પર ચાલશે અને 50MP પ્રાથમિક કેમેરા, 50MP અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરા અને 2MP બોકેહ સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવશે. આ ફોનમાં 50MP સેલ્ફી કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી પણ હશે.

હવે જો Vivo V30 Pro વિશે વાત કરીએ તો, તે 1.5k રિઝોલ્યુશન, 2800 nits બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સાથેની 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે લાવશે. તે 12GB LPDDR5X RAM અને 512GB UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલ MediaTek Dimensity 8200 SoC પર ચાલશે. V30 Pro એન્ડ્રોઇડ 14 OS સાથે આવશે. કેમેરા વિભાગમાં, તે 50MP મુખ્ય કેમેરા, 50MP વાઇડ-એંગલ કેમેરા અને 50MP ટેલિફોટો કૅમેરા સહિત ટ્રિપલ રિયર કૅમેરા સેટઅપ લાવવાની અપેક્ષા છે. Vivio V30 5G માં 50MP સેલ્ફી કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા સાથે 5000mAh બેટરી પણ હશે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં 😱 HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯 Moto G04 🌈 તડકતો ભડકતો બજેટ ફોન માત્ર ₹6,999 માં Realme 12 Pro+ 5G ના ખરીદવાના 5 મુખ્ય કારણો 😡 Samsung Galaxy S24 Ultra ⚡ સ્માર્ટફોન દુનિયાનો રાજા 👑👑 Motorola Moto G34 5G ⚡ 10 હજાર હેઠળનો સૌથી ઝડપી ફોન Tecno Spark 20 ⚡ 32MP સેલ્ફી 🤳 વાળો ફોન માત્ર 10 હજારમાં OnePlus 12R ભારતીય યુનિટ ⚡ જાણો કિંમત, ફીચર્સ અને ફર્સ્ટ લૂક 👀 iQOO Neo 9 Pro ⚡ એક ધમાકેદાર ગેમ ચેન્જર ફોન 🤯🤯 OnePlus 12 ભારતીય વેરિઅન્ટ ⚡ ફીચર્સ, સ્પેક્સ અને કિંમત જાણો