Vivo Y17s સ્માર્ટફોનને બીજું પ્રમાણપત્ર મળ્યું જે યુએઈ નું ટીડીઆરએ સર્ટિફિકેશન છે. અહીં આ ફોનની લીક થયેલી તમામ વિગતો છે.
વિવો તેના Vivo Y17s સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં આ ફોન બ્લૂટૂથ એસ.આઇ.જી અને ભારતની બી.આઈ.એસ સર્ટિફિકેશન વેબસાઇટ્સ પર જોવામાં આવ્યો હતો અને કેટલાક મહત્વપૂર્ણ સ્પેક્સ પણ લીક થયા હતા. એવું લાગે છે કે વિવો વાય17s ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.
યાદીમાં વધુ એક ઉમેરતા આ Vivo Y17s ફોન તેની કેટલીક માહિતી સાથે UAE ની TDRA સર્ટિફિકેશન વેબસાઇટ પર સૂચિબદ્ધ થયો છે. તો ચાલો જોઈએ આ રિપોર્ટ શું કહે છે.
Vivo Y17sનું ટી.ડી.આર.એ પ્રમાણપત્ર
ઉપરોક્ત ઈમેજ મુજબ, આપણે જોઈ શકીએ છીએ કે Vivo Y17s એ ER23699/23 પ્રમાણપત્ર નંબર અને V2310 મોડલ નંબર સાથે સૂચિબદ્ધ છે જે અગાઉ લીક થયેલા BIS અને બ્લૂટૂથ SIG પ્રમાણપત્રોના મોડેલ નમ્બરને સમાન છે. TDRA લિસ્ટિંગે આ ફોનના માર્કેટિંગ નામનો ઉલ્લેખ Vivo Y17s તરીકે કર્યો છે. તે સિવાય આ પ્રમાણપત્ર કંઈપણ જાહેર કરતું નથી પરંતુ તે સંકેત આપે છે કે આ ફોનનું લોન્ચિંગ નજીક છે.
Vivo Y17sના ફીચર્સ (અપેક્ષિત)
- ડિસ્પ્લે: ફોનમાં 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ વાળી 6.3-ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે હશે.
- પર્ફોર્મન્સ: આ ફોન મીડિયાટેકના ઓક્ટા-કોર 4G ચિપસેટ, 4GB RAM અને 128GB સ્ટોરેજ દ્વારા સંચાલિત થશે.
- કેમેરા: પાછળ, 13MP + 2MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે અને આગળના ભાગમાં, 8MP સિંગલ સેલ્ફી કેમેરા હશે.
- બેટરીઃ ફોનને બેકઅપ આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવશે જે 18W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.
- ઓપરેટિંગ સિસ્ટમ: ઉપકરણ નવીનતમ Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.
- બિલ્ડ: આ એક બજેટ ફોન હોવાથી, પ્લાસ્ટિક બેક અને પ્લાસ્ટિક ફ્રેમ સાથે આવે તેવી અપેક્ષા છે.
- કનેક્ટિવિટી: Y17s ફોને એ 4G નેટવર્ક, વાઇફાઇ, બ્લૂટૂથ, 3.5mm જેક, યુએસબી ટાઇપ-સી પોર્ટના સપોર્ટ સાથે આવશે.
તો આ પ્રકારનો હશે Vivo Y17s સ્માર્ટફોન. જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.