આગામી HMD સ્માર્ટફોનના આકર્ષક કલરવાળા ટીઝર થયા લીક છે. જુઓ કેવી છે તેની બોલ્ડ ડિઝાઇન, પાવરફુલ ફીચર્સ અને એફોર્ડેબિલિટી.

એક અપડેટમાં, નોકિયા ફોન પાછળની ટીમે સત્તાવાર રીતે HMD બ્રાન્ડેડ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, તેની સાથે તેમની વેબસાઈટને હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) પર રિબ્રાન્ડ કરવામાં આવી છે. આ નવા ફેરફારોનો કંપનીનો હેતુ બજારમાં નવી ઓળખ ઉભી કરવાનો છે. હમણાં જ લીક થયેલો ટીઝર વિડિયો HMD-બ્રાન્ડેડ ગેજેટ્સની લાઇનઅપ તરફ સંકેત આપે છે જેમાં ટેબ્લેટ, સ્માર્ટફોન અને વાયરલેસ ઇયરબડ્સનો સમાવેશ થાય છે.
HMD ફોનની ડિઝાઇન પર એક ઝલક
સુધારેલી વેબસાઈટ હવે આગામી HMD સ્માર્ટફોનોની સંભવિત ડિઝાઈનની આકર્ષક ઝલક આપે છે. બહાર પાડેલા પોસ્ટર્સ પરથી આપણે કહી શકાય કે દેખાવની દ્રષ્ટિએ ફોન એ પહેલાના આઇકોનિક નોકિયા લુમિયા સિરીઝના સ્માર્ટફોનોની યાદ અપાવે તેવા વાઇબ્રન્ટ રંગમાં જોવા મળે છે.
નવા HMD ફોનને ત્રણ આકર્ષક રંગોમાં દર્શાવવામાં આવ્યા છે: બ્લુ, ગ્રીન અને પિંક. આ રંગો તેમના ફાઇનલ પ્રોડક્ટમાં આપવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ટીઝર્સ પરથી આપણને એક અંદાજો જરૂરથી મળી જાય છે કે આવનારા નવા HMD સ્માર્ટફોનો કેવા જોવા મળશે.




ઉપર દર્શાવેલ માંની એક બ્લુ રંગની ડિઝાઇન, એ તાજેતરમાં ઓનલાઈન લીક થયેલી ડિઝાઇન જેવી જ છે, જેમાં બે ગોળાકાર કેમેરા રિંગ્સ અને LED ફ્લેશ છે. અટકળો સૂચવે છે કે તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) વાળા એક શક્તિશાળી 108MP પ્રાથમિક કેમેરા સાથે આવશે, જે તેની બોક્સી ડિઝાઇનમાં રાખવામાં આવે છે. સંભવત ફોનની ફ્લેટ બાજુઓ પર સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
અન્ય એક ડિઝાઇન પાછળના ભાગમાં એક લંબચોરસ મોડ્યુલ દર્શાવે છે, જે ગોળાકાર ખૂણાઓ અને કોણીય કિનારીઓસાથે જોવા મળે છે, અને ત્રીજી ડિઝાઇનની વાત કરીએ તો તેમાં પાછળની પેનલ પર ઊભી રીતે ગોઠવાયેલ ટ્રિપલ-કેમેરા સેટઅપ રજૂ કરેલ છે, જ્યારે USB Type-C પોર્ટ અને 3.5mm ઑડિયો જેક જેવી સુવિધાઓ તળિયે આપેલ છે.
HMD નું યુવા પેઢી પર ફોકસ
પ્રારંભિક લૉન્ચ માટે કુલ ત્રણ મૉડલ્સ સાથે, HMD તેની લેટેસ્ટ અને ફંકી ડિઝાઇન સાથે યુવા પેઢીનું ધ્યાન ખેંચવા માંગે છે. એકંદરે પર્ફોમન્સ અને વ્યાજબી કિંમત પર ભાર મૂકતા, આ ફોન સ્માર્ટફોનની દુનિયામાં પોતાનો પડઘો પાડે તેવી અપેક્ષા છે.
HMD સ્માર્ટફોનનું લોન્ચિંગ અને ઉપલબ્ધતા
અફવાઓ સૂચવે છે કે HMD-બ્રાન્ડેડ ફોન ભારતીય તેમજ વૈશ્વિક બજારમાં એપ્રિલ 2024 ની આસપાસ લોન્ચ કરવામાં આવશે. જ્યારે વેબસાઈટ પર ચોક્કસ હાર્ડવેર વિગતો અને લોન્ચની વિગતો હજુ સુધી જાહેર કરવાની બાકી છે, ત્યારે નજીકના ભવિષ્યમાં વધુ અપડેટ્સ જાણવા મળે તેવી અપેક્ષા છે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.