Redmi A3 લીક થયેલ ડિઝાઇન રેન્ડર અને સ્પેક્સ પર એક ઝલક મેળવો. ધમાકેદાર અપગ્રેડ્સની સાથે ભારતમાં થવા જઇ રહ્યો છે આ ફોન. જાણો બધી જ વિગતો!
ખૂબ જ અપેક્ષિત Redmi A3 ના ડિઝાઇન રેન્ડર અને ફીચર્સ બહાર પાડતી લીક ઇન્ટરનેટ પર સામે આવી છે. ગયા વર્ષના ખુબ જ પોપ્યુલર બજેટ ફોન Redmi A2 ના એક ઉપગ્રેડેડ વર્ઝન તરીકે આ આગામી હેન્ડસેટ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે લીક્સ તેની ડિઝાઇન અને ફીચર્સ વિશે શું સૂચવે છે.
Redmi A3 ડિઝાઇન લીક
લીક થયેલી માહિતી અનુસાર, Redmi A3 ત્રણ વાઇબ્રન્ટ કલરમાં ઉપલબ્ધ હશે: બ્લેક, બ્લુ અને ગ્રીન. હેન્ડસેટને આકર્ષક ગ્લાસ બેક ડિઝાઇન સાથે લાવવામાં આવશે, જે તેને એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડશે. નોંધનીય છે કે, તે ચાર્જિંગની સુવિધા માટે USB Type-C પોર્ટનો સમાવેશ કરશે.
તેના પુરોગામી Redmi A2 ની તુલનામાં સૌથી નોંધપાત્ર ડિઝાઇન ફેરફારો પૈકી એક છે તેનું ગોળાકાર કેમેરા મોડ્યુલ, જે Realme 11 Pro સ્માર્ટફોનની યાદ અપાવે છે. ડિઝાઇન ઉપરાંત આ લીક કેમેરા ક્ષમતાઓમાં પણ સંભવિત ઉપગ્રેડ સૂચવે છે. પાછળનો પ્રાથમિક કેમેરો 13MPનો હોવાની અફવા છે, જયારે તેની સાથે 8MP સેલ્ફી કેમેરા હશે, જે સારી ફોટોગ્રાફી કરવામાં મદદ કરશે.
Redmi A3 ના ફીચર્સ (લીક થયેલા)
Redmi A3 એ 90Hz ની LCD ડિસ્પ્લે લઈને આવે તેવું અનુમાન છે, જે તેના પુરોગામીથી નોંધપાત્ર અપગ્રેડ છે. ડિસ્પ્લે 400nits ની ઉચ્ચ બ્રાઇટનેસ ઓફર કરે તેવી અપેક્ષા છે. એકંદરે આ ડિસ્પ્લે પેનલ એકદમ સ્મૂથ, કલરફુલ, અને બ્રાઈટ કવોલિટીના વિઝ્યુઅલ પૂરા પાડશે.
Redmi A3 ફોનની અંદર 4GB LPDDR4X રેમ અને 128GB eMMC 5.1 સ્ટોરેજ સાથે મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવી શકે છે, જે દૈનિક કાર્યો અને મલ્ટીટાસ્કિંગ માટે સ્મૂથ અનુભવની ખાતરી આપે છે. 10W ચાર્જિંગ ક્ષમતાઓ દ્વારા સમર્થિત, મજબૂત 5000mAh બેટરી પેક કરવામાં આવશે જે ફોનને વારંવાર રિચાર્જ કર્યા વિના લાંબા સમય સુધી ઉપયોગની ખાતરી આપે છે.
તે સિવાય ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 3.5mm જેક, ડ્યુઅલ સિમકાર્ડ સપોર્ટ, 4G કનેક્ટિવિટી, વાઇફાઇ 2.4GHz, બ્લૂટૂથ 5.0, GPS અને એન્ડ્રોઇડ 13 ગો એડિશન સાથે પણ આવશે.
એકંદરે, Redmi A3 ની લીક થયેલી માહિતીએ ચોક્કસપણે સ્માર્ટફોન ઉત્સાહીઓની રુચિ જગાડી છે. તેની પ્રીમિયમ ડિઝાઈન અને ધમાકેદાર ફીચર્સ સાથે, Redmi A3 ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ફરી એક વાર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.