Samsung Galaxy S23 FE સંપૂર્ણ નામ સાથે સેમસંગની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ થયો. અહીં ફોનના લિસ્ટિંગની ઈમેજ અને સ્પેસિફિકેશનછે.
સેમસંગે Samsung Galaxy S23 FE સ્માર્ટફોન વિશે વધુ એક હિંટ આપી છે. પહેલા ફોનનું ઓફિશિયલ સપોર્ટ પેજ સેમસંગની ભારતીય અને રશિયન વેબસાઈટ પર લાઈવ થયું હતું અને હવે ફોનનું નામ “સેમસંગ પે” વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. બ્રાન્ડ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ આપણને એ સંકેત આપે છે કે લોન્ચિંગ ખૂબ જ ટૂંક સમયમાં યોજાવા જઈ રહ્યું છે. તો ચાલો તે લિસ્ટિંગ અને ફોનના અગાઉ લીક થયેલા ફીચર્સ જોઈએ..
Samsung Galaxy S23 FE “સેમસંગ પે” વેબસાઇટ પર થયો લિસ્ટ
ફોન સ્પેનિશ સેમસંગ પે સપોર્ટ પેજ પર લિસ્ટ થયો છે. જેમ તમે ઉપરની ઇમેજમાં જોઈ શકો છો, “ફેમિલિયા ગેલેક્સી એસ” ના વિભાગમાં તમને આવનારા સેમસંગ હીરોનું નામ “ગેલેક્સી એસ23 એફઈ” પ્રથમ સ્થાન પર જોવા મળશે. અમે તે નામની આસપાસ રાઉન્ડ ચિહ્ન પણ કરેલ છે જે તમે જોઈ શકો છો. સપોર્ટ પેજના અગાઉના લીકમાં, ફક્ત ફોનના મોડલ નંબરનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રથમ વખત છે જ્યાં કંપનીએ ફોનના સંપૂર્ણ નામનો ઉલ્લેખ કર્યો છે.
નામ સિવાય લિસ્ટિંગમાં કહેવા માટે કંઈ જ નથી પરંતુ આ ફોનને ઘણી સર્ટિફિકેશન વેબસાઇટ્સ પર જોવામાં આવ્યો હોવાથી અહીં અમારી પાસે તેના કેટલાક લીક થયેલા ફીચર્સ છે.
Samsung Galaxy S23 FE ના ફીચર્સ (અપેક્ષિત)
- ડિસ્પ્લે: ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથેની 6.3-ઇંચની ફુલ HD+ ડાયનેમિક 2X AMOLED ડિસ્પ્લે હશે.
- પર્ફોર્મન્સ: આ ફોનના ભારતીય વેરિઅન્ટમાં Exynos 2200 અને US વેરિયન્ટમાં Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર હશે, જેમાં 8GB RAM અને 128/256GB સ્ટોરેજ હશે.
- કેમેરા: પાછળ, 50MP + 8MP + 12MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ હશે અને આગળના ભાગમાં, 10MP સિંગલ સેલ્ફી કેમેરા હશે.
- બેટરીઃ ફોનને પાવર આપવા માટે 4370mAh બેટરી આપવામાં આવશે જે 25W ફાસ્ટ વાયર્ડ અને 15W ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.
- ઓપરેટિંગ સિસ્ટમ: ઉપકરણ OneUI 5.1.1 આધારિત નવીનતમ એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.
- કનેક્ટિવિટી: Galaxy S23 FE ફોન 5G નેટવર્ક, વાઇફાઇ 6, બ્લ્યુટૂથ 5.3 અને NFC ને સપોર્ટ કરશે.
તો આ પ્રકારનો હશે Samsung Galaxy S23 FE સ્માર્ટફોન. જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.