રીયલમી નાર્ઝો 60x 5G ભારતમાં મીડિયાટેક 6100+ અને 50MP ડ્યુઅલ કેમેરા સાથે લોન્ચ થયો

Share:

રીયલમીએ આખરે ભારતમાં તેનો પર્ફોર્મન્સ-કેન્દ્રિત સ્માર્ટફોન રીયલમી નાર્ઝો 60x લોન્ચ કર્યો છે. અહીં તેની કિંમત અને સ્પેક્સ છે.

Realme Narzo 60x 5G

રીયલમી 11 અને 11x ફોન પછી, રીયલમીએ તેનો રીયલમી નાર્ઝો 60x 5G સ્માર્ટફોન સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ કર્યો છે. રીયલમી નાર્ઝો 60x 5G ને થોડા દિવસો પહેલા ટીઝ કરવામાં આવ્યો હતું અને આજે તે લોન્ચ થયો છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ ફોનની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન જાહેર કર્યા છે. તો ચાલો જોઈએ આ ફોનની કિંમત અને સંપૂર્ણ સ્પેક્સ.

રીયલમી નાર્ઝો 60x ના ફીચર્સ

Image Of Realme Narzo 60x 5G Official Look

આ સ્માર્ટફોનને અગાઉ લોન્ચ થયેલ રીયલમી 11x 5G ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં, શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ 6nm ના આર્કિટેક્ચર પર આધારિત 5G ચિપસેટ છે. આ ચિપસેટ માલી-G57 GPU, 4/6GB RAM અને 128GB સ્ટોરેજ દ્વારા સંચાલિત છે. અને આ તમામ સાથે આ ફોન ગીકબેન્ચ ટેસ્ટિંગના સિંગલ-કોર ટેસ્ટમાં 727 પોઈન્ટ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 1915 પોઈન્ટ સ્કોર કરવામાં સક્ષમ બને છે.

નાર્ઝો 60x 5Gમાં 120Hz રિફ્રેશ રેટ અને 680nits પીક બ્રાઈટનેસ લેવલ સપોર્ટ સાથેની 6.72 ઇંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે છે. કૅમેરાની વાત કરીએ તો, પાછળના ભાગમાં 50MP મુખ્ય સેન્સર + 2MP પોટ્રેટ સેન્સરનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને આગળની બાજુએ એક સિંગલ 8MP સેલ્ફી સેન્સર છે.

આ ફોનની બેટરીનું કદ 5000mAh છે જે 33W ફાસ્ટ ચાર્જર દ્વારા સપોર્ટેડ છે. તેથી જ્યારે પણ તમારા ફોનનું ચાર્જિંગ સમાપ્ત થશે ત્યારે આ ચાર્જર ફોનને ઝડપથી રિચાર્જ કરી આપશે. તે સિવાય, આ ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, મોનો સ્પીકર્સ, વાઈફાઈ 5, બ્લુટૂથ 5.2 અને લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.

રીયલમી નાર્ઝો 60x 5G ની ભારતમાં કિંમત

આ ફોન બે રંગ વિકલ્પો સ્ટેલર ગ્રીન અને નેબ્યુલા પર્પલમાં આવે છે, અને ફોન બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જે નીચે મુજબ છે:

  • 4GB રેમ + 128GB સ્ટોરેજ: ₹12,999
  • 6GB રેમ + 128GB સ્ટોરેજ: ₹13,999

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ Moto G54 5G – ૧૫ હજારમાં પૈસા વસૂલ ફોન ભારતમાં થયો લોન્ચ Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન
Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ Moto G54 5G – ૧૫ હજારમાં પૈસા વસૂલ ફોન ભારતમાં થયો લોન્ચ Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન