Motorola Edge 2023 ફોનના રેન્ડર ફોટા તેના લોન્ચિંગ પહેલા લીક થયા

Share:

Motorola Edge 2023 ભારતમાં આગામી મહિનાના અંતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. અહીં તેના લીક થયેલા રેન્ડર દેખાવ છે. ચાલો જોઈએ.

Motorola Edge 2023

તાજેતરમાં આપણે Motorola Edge 2023 સ્માર્ટફોનનું લીક થયેલ HDR10+ પ્રમાણપત્ર જોયું છે. હવે અમારી પાસે આ મિડરેન્જ સેગમેન્ટના ફોનની ડિઝાઇન વિશે લીક આવેલી છે. અહીં ફોનની કેટલીક રેન્ડર છબીઓ છે જે ફોનની સંપૂર્ણ ભૌતિક ડિઝાઇનને બહાર પડે છે તો ચાલો જોઈએ કે ફોન કેવો દેખાય છે.

Motorola Edge 2023ના લીક થયેલ રેન્ડર ફોટા

Motorola Edge 2023 Render Image
સ્ત્રોત: pricebaba.com

જેમ આપણે ઉપરોક્ત રેન્ડર કરેલ ઈમેજમાં જોઈ શકીએ છીએ તેમ આ મોટોરોલા એજ 2023 મોડલ આગળ અને પાછળની કિનારીઓથી વક્ર ડિઝાઇનમાં જોવા મળી રહ્યો છે. પાછળની પેનલ પર, તમારી પાસે એક ચોરસ આકારમાં કેમેરા મોડ્યુલ હશે જેમાં બે મોટા કેમેરા રિંગ્સ, ડ્યુઅલ LED ફ્લેશ, અને ત્રીજો માઇક્રોફોન હશે. પાછળની મધ્યમાં, હંમેશની જેમ મોટોરોલાનો લોગો મૂકવામાં આવ્યો છે.

ફ્રન્ટ પેનલ પર એક એક મોટી સેન્ટર પંચ-હોલ સ્ટાઇલ વાળી અને ખૂબ જ પાતળા બેઝલ્સ સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે બંને કિનારીઓથી વક્ર છે અને તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. બાજુની પર ડાબી બાજુએ વોલ્યુમ રોકર, એન્ટેના લાઇન્સ અને પાવર ઓન/ઓફ બટન જોવા મળે છે, જ્યારે જમણી બાજુએ ફક્ત એન્ટેના લાઇન્સ મૂકવામાં આવી છે.

તે સિવાય નીચેની બાજુએ કંઈ દેખાતું નથી તેથી અમે સ્પીકર ગ્રીલ, 3.5mm જેક અને Type-C પોર્ટ વિશે કઈ પણ કહી શકીશુ નથી. હવે જો આપણે સ્પેક્સ વિશે વાત કરીએ તો આજ સુધી આ ફોનના સ્પેસિફિકેશન વિશે કંઈપણ બહાર પાડવામાં આવ્યું નથી અથવા લીક થયું નથી, પરંતુ એક અંદાજ મેળવવા માટે અહીં Motorola Edge 2022 ના સ્પેક્સ છે.

Motorola Edge 2022ના ફીચર્સ

  • ડિસ્પ્લે: ફોનમાં 144હર્ટ્ઝ સુપર-સ્મૂથ રિફ્રેશ રેટ સપોર્ટ સાથેની 6.6-ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે આપેલી છે.
  • પર્ફોર્મન્સ: આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1050 ચિપસેટ દ્વારા સંચાલિત છે જે Mali-G610 MC3 GPU, 6/8GB RAM અને 128/256GB સ્ટોરેજ સાથે જોડાયેલ છે.
  • કેમેરા: પાછળની બાજુએ, મોટોરોલા એજ 2022 50MP + 13MP + 2MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ લાવે છે અને આગળના ભાગમાં, 32MPનો સિંગલ સેલ્ફી કેમેરા છે.
  • બેટરી: ફોનને પાવર આપવાcમાટે 5000mAh બેટરી આપવામાં આવી છે જે આશ્ચર્યજનક રીતે 30W ફાસ્ટ વાયર્ડ, ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ: આ ઉપકરણ Motorolaના MyUX યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે જે એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.
  • કનેક્ટિવિટી: મોટોરોલા એજ 2022 5G નેટવર્ક, ટ્રિપલ બેન્ડ વાઇફાઇ 6E અને બ્લૂટૂથ 5.2 ને સપોર્ટ કરે છે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ
HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ