Redmi K60 Ultra ચીનમાં ડાયમન્સિટી 9200+ અને 1.5K રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો

Share:

Redmi એ તેનો Redmi K60 Ultra ચીનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9200+ પ્રોસેસર, 1.5K રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે અને ઘણા બધા જોરદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યો છે.

Redmi K60 Ultra

રેડમીએ આખરે તેનો Redmi K60 Ultra ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ ફોન અગાઉ લોન્ચ થયેલ Redmi K60 અને Redmi K60 Pro સિરીઝનું ઉચ્ચ મોડલ છે.

આ ફોન મિડ-રેન્જ કેટેગરીના ગ્રાહકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. Redmi K60 Ultra, મીડિયાટેક ડાયમેન્સિટી 9200+ પ્રોસેસર, 120W ફાસ્ટ ચાર્જિંગ, 1.5K રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે અને ઘણા બધા જોરદાર ફીચર્સ સાથે આવે છે. તો ચાલો જોઈએ આ ફોનની કિંમત સહિત સંપૂર્ણ સ્પેક્સ.

Redmi K60 Ultra ના ફીચર્સ

Redmi K60 Ultra

આ શક્તિશાળી રેડમી કે60 અલ્ટ્રા શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 9200+ ચિપસેટથી સજ્જ છે જે આર્મ ઈમોર્ટાલિસ-જી715 GPU, 12/16/24GB LPDDR5X રેમ અને 256GB/512GB/1TB UFS 4.0 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. વધુમાં, ફોન વાઇલ્ડબૂસ્ટ 2.0 ટેક્નોલોજી સાથે આવે છે જે ફોનનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડે છે.

આગળની વાત કરીએ તો, ફોનમાં 1.5K રિઝોલ્યુશન, 144Hz સુપર ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2600nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. પાછળના ભાગમાં ફોટો અને વીડિયો ઉતારવા માટે 50MP + 8MP + 2MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે અને સેલ્ફી માટે 16MP કેમેરા આપવામાં આવ્યો છે. મુખ્ય 50MP કેમેરા સેન્સર સોનીનું IMX800 સેન્સર છે જે ઉત્તમ ફોટો ક્લિક કરે છે અને 8K રિઝોલ્યુશન સુધીના વીડિયો શૂટ કરી શકે છે.

આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 120W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપકરણ નવીનતમ એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 4.0 Redmi ના મૂળ યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે. આ ઉપરાંત Redmi K60 Ultra ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP68 રેટિંગ, 5G નેટવર્ક સપોર્ટ, વાઇફાઇ 6 અને બ્લૂટૂથ 5.4 સપોર્ટ સાથે આવે છે.

Redmi K60 Ultra ની કિંમત

આ ફોનની કિંમતની વાત કરીએ તો ગ્રીન, બ્લેક અને વ્હાઇટના ત્રણ કલર ઓપ્શન છે અને ફોન ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જે નીચે મુજબ છે:

  • 12GB રેમ + 256GB સ્ટોરેજ: CNY 2,599 (આશરે ₹29,999)
  • 16GB રેમ + 256GB સ્ટોરેજ: CNY 2,799 (આશરે ₹32,500)
  • 16GB રેમ + 512GB સ્ટોરેજ: CNY 2,999 (આશરે ₹34,500)
  • 16GB રેમ + 1TB સ્ટોરેજ: CNY 3,299 (આશરે ₹37,999)
  • 24GB રેમ + 1TB સ્ટોરેજ: CNY 3,599 (આશરે ₹41,500)

તો આ પ્રકારનો Redmi K60 Ultra સ્માર્ટફોન છે હવે આપણે જોવાનું છે કે આ Redmi K60 સિરીઝ ભારતમાં અને વૈશ્વિક બજારમાં ક્યારે લૉન્ચ થશે. મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે, જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Tecno Pova 5 Pro – પાછળ LED લાઇટ સાથે માત્ર 15 હજારમાં થયો લોન્ચ Infinix GT 10 Pro – જોરદાર ગેમિંગ ફોન માત્ર 20 હજારમાં થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ POCO M6 Pro 5G – સૌથી શક્તિશાળી 5G ફોન માત્ર Rs.9,999 OPPO Reno 10 Pro Plus ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ
Tecno Pova 5 Pro – પાછળ LED લાઇટ સાથે માત્ર 15 હજારમાં થયો લોન્ચ Infinix GT 10 Pro – જોરદાર ગેમિંગ ફોન માત્ર 20 હજારમાં થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ POCO M6 Pro 5G – સૌથી શક્તિશાળી 5G ફોન માત્ર Rs.9,999 OPPO Reno 10 Pro Plus ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ