ઓનર 90 5G ની ભારતમાં લોન્ચની તારીખ જાહેર થઇ, જાણો તેના સંપૂર્ણ સ્પેક્સ અને લોન્ચિંગ તારીખ

Share:

ઓનર 90 5G ફોન ભારતમાં આવી રહ્યો છે, જેની પુષ્ટિ કંપનીએ કરી છે. અહીં ફોનની લોન્ચિંગ તારીખ અને તેના પૂરા ફીચર્સ છે.

Honor 90 5G

લાંબા સમય પછી આખરે, ઓનર એ ભારતમાં તેના આગામી સ્માર્ટફોન ઓનર 90 5G ની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. માર્કેટમાં ઘણી બધી લીક્સ અને અફવાઓ ઉપલબ્ધ હતી પરંતુ હવે તે લીક્સને નો ખુલાસો કરતા ઓનર 90 સ્માર્ટફોનના લોન્ચનો રસ્તો સાફ કરી દીધો છે.

ઓનર 90 5G ની ભારતમાં લોન્ચની તારીખ

Image Of Honor 90 5G Teaser

જેમ તમે ઉપરોક્ત પોસ્ટરમાં જોઈ શકો છો, તેમાં ઉલ્લેખ છે કે ઓનર 90 5G 14મી સપ્ટેમ્બરે બપોરે 12:30 PM પર લોન્ચ કરવામાં આવશે. એક વધુ વસ્તુ જે તમે જોશો કે પોસ્ટરમાં તળિયે amazon.in બ્રાન્ડિંગ છે જેનો અર્થ છે કે આ ફોન ફક્ત એમેઝોન ઇન્ડિયા પર ખરીદવા માટે ઉપલબ્ધ હશે.

ઓનર 90 5G ના ફીચર્સ

આ ફોન તેના સેગમેન્ટની પહેલી 6.67 ઇંચની ફુલ HD+ 120હર્ટ્ઝ AMOLED ડિસ્પ્લે આપેલ છે જે ક્વાડ કર્વ્ડ સાથે આવશે. આ વિશ્વનો પહેલો ફોન છે જેની ડિસ્પ્લે ટીયુવી રાઈનલેન્ડ ફ્લિકર ફ્રી પ્રમાણપત્ર સાથે આવે છે. ફોન શક્તિશાળી ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 એક્સિલરેટેડ એડિશન વાળા ચિપસેટ, 8/12GB RAM અને 128/256GB સ્ટોરેજ સાથે જોવા મળશે.

આ ફોનની મુખ્ય વિશેષતાઓમાંની એક કેમેરા છે. આ HONOR 90 5G પાછળની બાજુએ 200MP + 12MP + 2MP ના ત્રણ કૅમેરા અને આગળની બાજુએ 50MP ના એક સેલ્ફી કૅમેરા સાથે જે અદ્ભુત ફોટા, સેલ્ફી અને વીડિયો કૅપ્ચર કરવા માટે સક્ષમ છે.

આ HONOR 90 ફોન 66W ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી, મોનો સ્પીકર્સ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, 5G નેટવર્ક સપોર્ટ, વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને એન્ડ્રોઇડ 13 સાથે આવશે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ
HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ