iQOO Z7 Pro ભારતમાં મીડિયાટેક 7200, 120Hz કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, 64MP ડ્યુઅલ કેમેરા સાથે લૉન્ચ થયો

Share:

iQOOએ આખરે તેનો પાવર-પેક્ડ સ્માર્ટફોન iQOO Z7 Pro આજે ભારતમાં લૉન્ચ કરી દીધો છે, જેમાં જોરદાર ફીચર્સ આવેલા છે. અહીં તેની કિંમત અને સ્પેક્સ છે.

iQOO Z7 Pro

એવું લાગે છે કે iQOO એ તેના પાવર-પેક્ડ સ્માર્ટફોન્સ સાથે સ્માર્ટફોન માર્કેટને હલાવી દેવાની પહેલ કરી રહ્યું છે. તેઓ ટોપ-નોચ ફીચર્સ સાથે સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા છે જે તેમની કિંમતના સ્માર્ટફોનમાં જોવા મળતા નથી અને આજે તેઓએ ભારતમાં બીજો ટોપ-નોચ સ્માર્ટફોન iQOO Z7 Pro લોન્ચ કર્યો છે.

આ સ્માર્ટફોન 25k ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તે ખરેખર જોરદાર ફીચર્સ પુરા પાડે છે. આ ફોનના મુખ્ય ફીચર્સમાંનું એક પર્ફોર્મન્સ છે, અને iQOO દાવો કરે છે કે આ ફોન 7,00,000 થી પણ વધુ AnTuTu સ્કોર્સ લાવે છે જે 25k ની કિંમત હેઠળ જબરદસ્ત છે. આ ફોનના ઘણા સ્પેક્સ છે જે તમારે જાણવાના છે. તો ચાલો iQOO Z7 Pro ના સ્પેસિફિકેશન્સ પર એક નજર કરીએ.

iQOO Z7 Proના ફીચર્સ

iQOO Z7 Pro

આ અદ્ભુત સ્માર્ટફોનને ફુલ્લી લોડેડ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. પહેલા પર્ફોર્મન્સની વાત કરીએ તો આ ફોન એક શક્તિશાળી તેમજ પાવર ઇફિસિએંટ મીડિયાટેક ડાઈમેન્સિટી 7200 4nm આર્કિટેક્ચર આધારિત 5G ચિપસેટ લાવે છે. ચિપસેટ વધુમાં માલી-G610 MC4 જીપીયુ, 8/12GB LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ દ્વારા જોડાયેલ છે. આ તમામ ફીચર્સને ભેગા કરતા આ ફોન તેના સેગમેન્ટમાં સૌથી વધુ 7,28,911 AnTuTu સ્કોર લાવવામાં સક્ષમ બને છે.

માત્ર પર્ફોર્મન્સ જ નહીં iQOO Z7 Pro વધુ પ્રીમિયમ ડિઝાઇન પણ આપે છે કારણ કે તે 7.36mm સૌથી પાતળી અને 175 ગ્રામની સૌથી હળવી બોડી સાથે આવે છે. વધુમાં આ ફોન 6.74-ઇંચની ફુલ HD+ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જેમાં 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટ, 1300nits પીક બ્રાઇટનેસ, 20:9 આસ્પેક્ટ રેશિયો અને 388 PPI પિક્સેલ ડેન્સિટી છે. હાથમાં વધુ આરામદાયક અનુભવ આપવા માટે ફોન વળાંકવાળા કિનારીઓ સાથે ગ્લાસ બેક પણ ધરાવે છે.

કેમેરા વિશે વાત કરીએ તો, આઇકુ Z7 પ્રો સ્માર્ટફોન પાછળની બાજુએ 64MP મુખ્ય OIS સેન્સર+ 2MP બોકેહ સેન્સરના ડ્યુઅલ કેમેરા સેટઅપ એક રિંગ-આકારની ઓરા લાઇટ સાથે અને આગળની બાજુએ સિંગલ 16MP સેલ્ફી સેન્સર સાથે આવે છે. વધુમાં, iQOO એ આ ફોનની ઉપરની બાજુએ “પ્રોફેશનલ પોટ્રેટ” પણ લખ્યું છે જેનો અર્થ છે કે આ ફોનનું કેમેરાનું પ્રદર્શન પણ અદ્ભુત હશે.

હવે આ સૌથી પાતળો ફોન હોવાથી બેટરીનું કદ નાનું 4600mAh છે પરંતુ 66W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવેલો હોવાથી તે કોઈ સમસ્યા નહિ બને. જ્યારે પણ તમારો ફોનનું ચાર્જિંગ પતી જશે ત્યારે આ ચાર્જર થોડીક જ મિનિટોમાં ફોનને રિચાર્જ કરી દેશે. તે સિવાય, આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, મોનો સ્પીકર્સ, વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.3 અને લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 સાથે આવે છે.

iQOO Z7 Proની ભારતમાં કિંમત

આ ફોનની કિંમતની વાત કરીએ તો આ ફોન બ્લુ લગૂન અને ગ્રેફાઇટ મેટના બે કલર વિકલ્પો અને બે અલગ અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જે નીચે મુજબ છે:

  • 8GB રેમ + 128GB સ્ટોરેજ: ₹21,999
  • 8GB રેમ + 256GB સ્ટોરેજ: ₹22,999

તો આ પ્રકારનો છે iQOO Z7 Pro સ્માર્ટફોન. મારા મતે, આ 25K પ્રાઇસ સેગમેન્ટ હેઠળ શ્રેષ્ઠ સ્માર્ટફોનમાંનો એક છે કારણ કે તે હાઇ પર્ફોર્મન્સ, પ્રીમિયમ ડિઝાઇન અને દેખાવ, સુપર ફાસ્ટ ચાર્જિંગ અને સારા કેમેરા સહિતની દરેક વસ્તુ સાથે આવે છે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ
HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન Realme 11 5G ભારતમાં 108MP કેમેરા સાથે થયો લોન્ચ OnePlus Nord CE 3 – સારો સંતુલિત ફોન માત્ર 30 હજારમાં થયો લોન્ચ Tecno Camon 20 Premier 5G ભારતમાં લૉન્ચ થયો – જાણો તેના મુખ્ય ફીચર્સ