Motorola તેનો નવો ફોન Motorola Edge 40 Neo લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે આ ફોન FCC સર્ટિફિકેશન પર લિસ્ટ થયો છે જે કેટલાક મુખ્ય ફીચર્સ બહાર પડે છે.
મોટોરોલા ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન Motorola Edge 40 Neo લૉન્ચ કરવા જઈ રહી છે. આ ફોન પહેલાથી જ ગીકબેન્ચ અને ટીડીઆરએ પ્રમાણપત્ર જેવા ઘણા પ્રમાણપત્રો દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. અને હવે વધુ એક એફસીસી પ્રમાણપત્ર પર આ ફોન જોવા મળ્યો છે જે બેટરી અને ચાર્જિંગની વિગતો પણ બહાર પડે છે. તો ચાલો તેના પર એક નજર કરીએ.
Motorola Edge 40 Neo નું એફસીસી સર્ટિફિકેશન
જેમ આપણે ઉપરના FCC પ્રમાણપત્રમાં જોઈ શકીએ છીએ, Motorola Edge 40 Neo એ મોડેલ નંબર XT2307-1 અને FCC ID IHDT56AM7 સાથે લિસ્ટ થયો છે. જેના પરથી આપણે કહી શકીએ કે આ ફોનનું લોન્ચિંગ ખૂબ જ નજીક છે. FCC સર્ટિફિકેશન કહે છે કે આ ફોન QM50 મોડલ નંબરવાળી બેટરી અને MC-680N, MC-681N, MC-682N, MC-683N, MC-685N, MC-686N, MC-687N અને MC-689N મોડલ નંબરવાળા ચાર્જિંગ એડપ્ટર્સ સાથે આવશે.
આ માહિતી પરથી, આપણે કહી શકીએ કે ફોન 5000mAh બેટરી અને 68W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. તે સિવાય આ લીક થયેલ એફસીસી સર્ટિફિકેશન ફોન વિશે કોઈ માહિતી જાહેર કરતું નથી પરંતુ અગાઉ લીક થયેલા ડેટા અનુસાર અહીં અમારી પાસે આ ફોનના કેટલાક સ્પેક્સ છે, ચાલો એક નજર કરીએ.
Motorola Edge 40 Neo ના ફીચર્સ (અનુમાનિત)
મોટોરોલા એજ 40 નીઓ સ્માર્ટફોનમાં 144Hz સુપર ફાસ્ટ રિફ્રેશ રેટ સાથેની 6.55″ FHD+ pOLED ડિસ્પ્લે આપવામાં આવશે. પરફોર્મન્સ વિભાગમાં પાવરફુલ મીડિયાટેક ડાયમેન્સિટી 1050 5G ચિપસેટ, 8/12GB RAM અને 256GB ની સ્ટોરેજ આપવામાં આવશે જેને 1TB સુધી વધારી શકાશે.
જો આપણે કેમેરા વિશે વાત કરીએ તો આ ફોન પાછળના ભાગમાં અદ્યતન 50MP + 13MP ડ્યુઅલ-કેમેરા સેટઅપ સાથે આવશે તેમજ આગળના ભાગમાં 32MP સેલ્ફી કેમેરા સાથે આવશે. Edge 40 Neo માં 68W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ની બેટરી હોવાનું કહેવાય છે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ પર ચાલશે.
તો આટલું આપણે Motorola Edge 40 Neo વિશે અત્યાર સુધી જાણીએ છીએ. તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.