મોટોરોલાએ તેનો મોટોરોલા G54 સ્માર્ટફોન ચીનના બજારમાં નોંધપાત્ર ફીચર્સ અને કિંમત સાથે લૉન્ચ કર્યો છે. અહીં સંપૂર્ણ વિગતો છે.
મોટોરોલાએ તેનો નવો Moto G54 સ્માર્ટફોન ચાઈનીઝ માર્કેટમાં આકર્ષક ફીચર્સ સાથે લોન્ચ કર્યો છે. આ જી સીરીઝનો ફોન બજેટ સેગમેન્ટના યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યો છે અને આ ફોન તમને ગણા બધા ફીચર્સ આપે છે. તો સમય બગાડ્યા વિના ચાલો Moto G54 ના સ્પેક્સ પર નજર કરીએ.
મોટોરોલા G54 ના ફીચર્સ
મોટોરોલા G54 એ નવા મીડિયાટેક ડાયમેન્સિટી 7020 પ્રોસેસર સાથે IMG BXM-8-256 GPU, 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કર્યો છે. આ ઇન્ટરનલ સ્ટોરેજને 1TB સુધી વધારી પણ શકાય છે. મોટો G54 6.5-ઇંચની FHD+ IPS LCD ડિસ્પ્લે સાથે આવે છે જે 120 હર્ટ્ઝ ઉચ્ચ રિફ્રેશ રેટ અને સેન્ટર પંચ-હોલ ડિઝાઇન ધરાવે છે.
આ ફોનના લુક અને ફીલ વિશે વાત કરીએ તો, તે પ્લાસ્ટિક બોડીથી બનેલો છે પરંતુ તે પ્રીમિયમ લાગે છે. કેમેરા વિભાગમાં આ Moto G54 પાછળની બાજુએ 50MP OIS મુખ્ય સેન્સર + 8MP અલ્ટ્રા-વાઇડ સેન્સરના ડ્યુઅલ કેમ સેટઅપ સાથે આવે છે અને આગળની બાજુએ 16MP સેલ્ફી સેન્સર સાથે આવે છે.
આ ફોનમાં 15W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે જે યોગ્ય છે. તે સિવાય, આ ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm જેક, IP52 રેટિંગ, વાઇફાઇ 5, બ્લૂટૂથ 5.3 અને એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
મોટોરોલા G54 ની કિંમત
આ વખતે Motorola Moto G54 ત્રણ કલર વિકલ્પો લીલા, વાદળી અને લાલમાં માત્ર એક જ વેરિઅન્ટ 8GB RAM + 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે જેની કિંમત CNY 1,099 (અંદાજે ₹12,500) છે.
ફોનને ચીનમાં તો લોન્ચ કરી દીધો પરંતુ હવે ભારતમાં લોન્ચ કરવાનો સમય આવી ગયો છે કારણ કે મોટોરોલા ભારતમાં પણ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ Moto G54 લોન્ચ કરવા જઈ રહ્યું છે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.