મોટોરોલા મોટો G54 ફોન ડાયમેન્સિટી 7020, 12GB રેમ, 256GB સ્ટોરેજ, 50MP OIS કૅમેરા સાથે 15 હજારમાં લોન્ચ થયો

Share:

મોટોરોલા મોટો G54 5G ભારતમાં ડાયમેન્સિટી 7020, 6000mAh બેટરી, 50MP OIS કેમેરા અને ઘણા આકર્ષક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Motorola Moto G54 5G

આજે મોટોરોલાએ ભારતમાં તેનો જોરદાર પૈસા વસૂલ ફોન મોટોરોલા મોટો G54 લૉન્ચ કર્યો છે અને તે ખૂબ જ ઓછી કિંમતે માન્યામાં ના આવે તેવા ફીચર્સ સાથે આવે છે. મોટોરોલા હંમેશા તેમના ફોનને ખૂબ જ સસ્તી કિંમતે ઘણી બધી સુવિધાઓ સાથે લોન્ચ કરે છે અને તે આ ફોનમાં પણ જોવા મળે છે.

મોટો G54 સ્માર્ટફોન, મીડિયાટેક ડાયમેન્સિટી 7020 પ્રોસેસર, 50MP OIS કૅમેરા, 6000mAh બેટરી, 12GB RAM અને ઘણા બધા જોરદાર ફીચર્સ સાથે હજાર કિંમતમાં આવે છે તો ચાલો આ ફોનની સંપૂર્ણ વિશિષ્ટતાઓ અને કિંમતો જોઈએ.

મોટોરોલા મોટો G54ની કિંમત

આ મોટોરોલા G54 એ બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન છે જેમાં બે વેરિઅન્ટ છે 8GB RAM + 128GB સ્ટોરેજની કિંમત ₹15,999 અને 12GB RAM + 256GB સ્ટોરેજની કિંમત ₹18,999 છે. પરંતુ બેંક ડિસ્કાઉન્ટ સાથે, આ ફોનનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹14,499 અને 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹17,499 માં ખરીદી શકાય છે. ફોન ત્રણ કલર મિન્ટ ગ્રીન, મિડનાઈટ બ્લુ અને પર્લ બ્લુમાં ઉપલબ્ધ છે.

મોટોરોલા મોટો G54 ના ફીચર્સ

Motorola Moto G54

મોટો G54 ભારતના પ્રથમ મીડિયાટેક ડાયમેન્સિટી 7020 પ્રોસેસર સાથે IMG BXM-8-256 GPU, 8/12GB RAM અને 128/256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે જેને 1TB સુધી વધારી શકાય છે. G54 6.5-ઇંચ FHD+ IPS LCD ડિસ્પ્લે ધરાવે છે જે 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટ અને સેન્ટર પંચ-હોલ ડિઝાઇન સાથે આવે છે.

જો આપણે આ ફોનના દેખાવ વિશે વાત કરીએ તો તે પ્લાસ્ટિક બોડીથી બનેલો છે પરંતુ તે તમારા હાથને પ્રીમિયમ અનુભવ આપે છે. કેમેરાની વાત કરીએ તો આ મોટોરોલા G54, પાછળની બાજુએ 50MP મુખ્ય OIS સેન્સર + 8MP અલ્ટ્રા-વાઇડ સેન્સર સાથેના ડ્યુઅલ કેમેરા સેટઅપ અને આગળની બાજુએ 16MP સેલ્ફી સેન્સર સાથે આવે છે.

આ ફોનમાં 33W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથેની મોટી સાઇઝની 6000mAh બેટરી આપવામાં આવી છે જે ખૂબ જ સારી વાત કહેવાય. તે સિવાય, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm જેક, IP52 રેટિંગ, વાઇફાઇ 5, બ્લૂટૂથ 5.3 અને એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ આપવામાં આવેલ છે.

તેથી મોટોરોલા મોટો G54 5G એ 15K પ્રાઇસ સેગમેન્ટ હેઠળ પૈસા વસૂલ ફોન છે. તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Moto G54 5G – ૧૫ હજારમાં પૈસા વસૂલ ફોન ભારતમાં થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ
Moto G54 5G – ૧૫ હજારમાં પૈસા વસૂલ ફોન ભારતમાં થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ