Vivo Y17s સંપૂર્ણ ફીચર્સ અને ડિઝાઇન સાથે સિંગાપોરની ઓફિશ્યિલ વેબસાઇટ પર લિસ્ટ થયો

Share:

Vivo એ તેના આગામી Vivo Y17s ને સિંગાપોરની ઓફિશ્યિલ વેબસાઈટ પર સત્તાવાર રીતે લિસ્ટ કર્યો છે જે ફોનના સંપૂર્ણ ફીચર્સ અને ડિઝાઇનને જાહેર કરે છે. અહીં જુઓ.

Vivo Y17s

Vivo તેના બજેટ સેગમેન્ટ ફોન Vivo Y17s ને સિંગાપોર તેમજ વૈશ્વિક બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ આખરે આ ફોનને તેની સિંગાપુરની સત્તાવાર વેબસાઇટ પર સંપૂર્ણ ડિઝાઇન અને ફીચર્સ સાથે લિસ્ટ કર્યો છે.

દેખાવની બાબતમાં ફોન ખૂબ જ આકર્ષક લાગે છે. જ્યાં સુધી તમે ફોનના સ્પેક્સને જોશો નહિ ત્યાં સુધી આ એક બજેટ ફોન છે એમ લાગશેજ નહિ. તો ચાલો એક પછી એક ફોનની સંપૂર્ણ ડિઝાઇન અને સ્પેક્સ જોઈએ.

Vivo Y17s ની ડિઝાઇન

ફોન બે સ્ટાઇલિશ રંગોમાં આવે છે: ગ્લિટર પર્પલ અને ફોરેસ્ટ ગ્રીન. તેની ડિઝાઇન Vivo ની V29 સિરીઝની પ્રેરણા લઈને બનાવેલી હોય તેવું લાગે છે, જેના પરિણામે સુંદર અને આકર્ષક ફોન દેખાઈ રહ્યો છે.

ફોનના પાછળના ભાગમાં ઉપર ડાબી બાજુએ એક ફ્લેટ, ચોરસ આકારનું કેમેરા મોડ્યુલ છે જેમાં બે કેમેરા લેન્સ અને એક LED ફ્લેશ છે જયારે નીચે ડાબી બાજુએ, વિશિષ્ટ Vivo બ્રાન્ડિંગ કરેલી છે.

Vivo Y17s સપાટ બાજુઓ સાથે આરામદાયક, બોક્સી ડિઝાઇન ધરાવે છે જે ફોનને હાથમાં પકડવામાં સરળ બનાવે છે. જમણી બાજુની પેનલ પર, તમને વોલ્યુમ રોકર અને પાવર ઓન/ઓફ બટન મળશે, જે વધારાની સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર તરીકે પણ કામ કરે છે છે. ટોચ પર, સિમ ટ્રે છે, જ્યારે તળિયે ટાઇપ-સી પોર્ટ, 3.5mm હેડફોન જેક, પ્રાથમિક માઇક્રોફોન અને સ્પીકર ગ્રીલ છે.

ડિસ્પ્લે પર આગળ વધીએ તો, તે મધ્યમ કદના બેઝલ્સ સાથે ક્લાસિક વોટર-ડ્રોપ નોચ ડિઝાઇન ધરાવે છે. બજેટ-ફ્રેંડલી ફોન હોવા છતાં, તેનો એકંદર દેખાવ એકદમ પ્રીમિયમ ફીલ આપે છે.

Vivo Y17s ના ફીચર્સ

Vivo Y17s Specifications

  • ડિસ્પ્લે: ફોન સામાન્ય 60Hz રિફ્રેશ રેટ, 1612×720 પિક્સેલ રિઝોલ્યુશન, 83% NTSC અને 269PPI પિક્સેલ ડેન્સિટી સાથેની 6.56-ઇંચની HD+ IPS LCD સ્ક્રીનને સ્પોર્ટ કરશે.
  • પર્ફોર્મન્સ: તે મીડિયાટેકના હેલીયો G85 ઓક્ટા-કોર 4G ચિપસેટ પર ચાલશે, જે 4/6GB RAM સાથે પેક થશે અને 64/128GB સાથે પૂરતી સ્ટોરેજ સ્પેસ ઓફર કરશે.
  • કૅમેરા: પાછળની બાજુએ, તમને 2MP સેકન્ડરી સાથે 50MP મુખ્ય કૅમેરાને જોડીને ડ્યુઅલ કૅમેરા સેટઅપ મળશે. સેલ્ફી માટે, 8MP ફ્રન્ટ કેમેરા મળશે.
  • બેટરી: તમને આખો દિવસ બેકઅપ આપવા માટે, ફોન એક મજબૂત 5000mAh બેટરીથી સજ્જ છે જે 15W ઝડપી ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
  • ઑપરેટિંગ સિસ્ટમ: તે અપ-ટૂ-ડેટ અને સરળ યુઝર ઇન્ટરફેસ માટે નવીનતમ એન્ડ્રોઇડ 13-આધારિત Funtouch OS 13 પર ચાલશે.
  • બિલ્ડ: આરામદાયક અને ટકાઉ ડિઝાઇન માટે ફોન મજબૂત પ્લાસ્ટિક બેક અને ફ્રેમથી બનેલો છે.
  • કનેક્ટિવિટી: Y17s પાસે 4G કનેક્ટિવિટી, તેમજ વાઇફાઇ 5, બ્લૂટૂથ 5.0, USB Type-C પોર્ટ અને તમારી ઑડિયો જરૂરિયાતો માટે એક સરળ 3.5mm હેડફોન જેક છે.
  • સુરક્ષા: Vivo Y17s માં સુરક્ષાની દ્રષ્ટિએ તમને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર તેમજ ફેસ અનલોક ફીચર્સ મળશે.

Vivo Y17s ની ભારતમાં કિંમત

આ ફોન હજી સુધી ભારતીય બજારમાં આવ્યો નથી, પરંતુ તેના ફીચર્સ પ્રમાણે, તે બજેટ-ફ્રેંડલી વિકલ્પ હોવાનું જણાય છે, જે ભારતમાં 13,000 રૂપિયાની કિંમતની આસપાસ આવી શકે છે. જો કે, ચોક્કસ મૂળ કિંમત જાણવા માટે આપણે કંપનીની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

વેબ સ્ટોરીઝ

Leave a Comment

Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ
Vivo V29e – 50MP સેલ્ફી કેમેરા સાથેનો માસ્ટરપીસ ફોન HONOR 90 – 200MP કેમેરા અને ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે વાળો ફોન Moto G84 – ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ Infinix Zero 30 5G – ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં iQOO Z7 Pro – ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ